કાર્યવાહી:ગોંડલમાં જુગાર ક્લબ ચલાવતા શખસને પાસા વોરંટ હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલાયો. - Divya Bhaskar
આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલાયો.
  • પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટરને મોકલી હતી

રાજકોટ જિલ્લામાં જુગારના કેસમાં આરોપીને પાસામાં ધકેલાયાનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. જેમાં ગોંડલમાંથી જુગારનો અખાડો ચલાવતાં શખસ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતાં રાજકોટ રૂલર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી સુરત જેલમાં મોકલી દીધો છે.

આરોપી ગોંડલમાં જુગાર ક્લબ ચલાવતો હતો
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અને જુગારની બદીને ડામવા અને આરોપીઓ ઉપર અંકુશ મેળવવા માટે જુગારધામ ચલાવતા શખસો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની સુચના અન્વયે ગોંડલ શહેરમાં જુગાર ક્લબ ચલાવતાં પકડાયેલા હુશેન ઉર્ફે ગંભો જુમાભાઈ આદમાણી (રહે.ગોંડલ, ભગવતપરા) વિરુદ્ધ પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટરને મોકલતાં કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત મંજૂર કરી દીધી હતી.

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલાયો
પાસા દરખાસ્ત મંજૂર થતા રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ અજયસિંહ ગોહિલ, પીએસઆઈ એસ.જે.રાણાની ટીમ દ્વારા આરોપી હુશેન ઉર્ફે ગંભો જુમાભાઈ આદમાણી (રહે.ગોંડલ, ભગવતપરા)ની અટકાયત કરી આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.