તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:પરપ્રાંતીયોને ભેગા કરી અફવા ફેલાવતા શખ્સે પોલીસને ધક્કે ચડાવ્યા, એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન વચ્ચે વતન જવાની જીદે ચડેલા પરપ્રાંતીય શ્રમિકોને તંત્ર રેલ માર્ગે તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે. તેવા સમયે વાવડી ચેકપોસ્ટ નજીક શનિવારની રાતે આરોપી હેમેન્દ્રસિંહ પરપ્રાંતીય શ્રમિકોને એકઠા કરી તેમને વતનમાં જવું હોય તો પોલીસમથકમાં દેકારો મચાવો તો જ તમારી વ્યવસ્થા થશે તેમ કહી કાયદો-વ્યવસ્થા ડહોળી રહ્યો હતો. રાત્રીના લોકોના ટોળાં એકઠા થયાની માહિતી મળતા પીએસઆઇ જી.એસ.ગઢવી સહિતનો સ્ટાફ ત્યાં દોડી ગયા હતા.

આ સમયે કોન્સ્ટેબલ જયદીપભાઇએ તેમને સમજાવવાનો પ્રયાસ કરતા આરોપી હેમેન્દ્રસિંહ ઉર્ફે ચીકુ ઉશ્કેરાય જઇ ગાળો ભાંડી હતી. મામલો વધુ વણસતા આરોપી હેમેન્દ્રસિંહે કોન્સ્ટેબલને ધક્કા મારી ફરજમાં રુકાવટ કરી હતી. અંતે તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવતા કોન્સ.જે.બી.ગોંડલિયાએ પુનિતનગર-2માં રહેતા હેમેન્દ્રસિંહ ઉર્ફે ચીકુ જયરાજસિંહ જાડેજા સામે ફરજમાં રુકાવટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો