તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઈંગ્લેન્ડ-લંકા ટી-20 મેચ પર સટ્ટો રમાડતો શખ્સ પકડાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઠારિયા મેઇન રોડ પરથી પોલીસે ઝડપી લીધો
  • જુગારના 4 દરોડામાં 22 શખ્સની ધરપકડ

શહેર પોલીસે જુદા જુદા ત્રણ સ્થળે દરોડા પાડી ક્રિકેટ સટ્ટો રમાડતા તેમજ તીનપત્તીનો જુગાર રમતા કુલ નવ શખ્સને પકડી પાડ્યા છે.

કોઠારિયા મેઇન રોડ પર રાંદલ વિદ્યાલય નજીક એક શખ્સ જાહેરમાં ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની માહિતીના આધારે ભક્તિનગર પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી. જ્યાંથી વિવેકાનંદનગર-1માં રહેતા વિપુલ જેરામ રાખોલિયા નામના શખ્સને પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન પકડાયેલો વિપુલ ઇંગ્લેન્ડ-લંકા વચ્ચે રમાઇ રહેલા ટી-20 ક્રિકેટ મેચ પર ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી હારજીતનો જુગાર રમાડતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મોબાઇલ ઉપરાંત રોકડા રૂ.550 મળી કુલ રૂ.10,550નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે.

જ્યારે માંડાડુંગર, તિરુમાલા સોસાયટી-1માં અરવિંદ ઉર્ફે સીતારામ શંભુ લખતરિયાના મકાનમાં દરોડો પાડી અરવિંદ સહિત 5 શખ્સને રૂ.43,210ની રોકડ સાથે, ગોંડલ રોડ, આંબેડકરનગરમાંથી કેતન નીતિન સાગઠિયા સહિત 9 શખ્સને રૂ.25,200 સાથે, બેડી ગામેથી અનિલ દિનેશ બાપોદ્રા સહિત 4ને રૂ.10,150ની રોકડ સાથે, કોઠારિયા રોડ, રામનગર-2માં મહેન્દ્ર વસંત ખખ્ખરના રહેણાક મકાનમાંથી મહેન્દ્ર ખખ્ખર સહિત ચાર જુગારીને રૂ.6110ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...