રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:પડધરીના મોવિયામાં 1.700 કિલો ગાંજા સાથે એક શખસની ધરપકડ, રાજકોટથી લાવ્યાનું ખુલ્યું

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ ગાંજાના જથ્થા સાથે આરોપી રસુલની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસ ગાંજાના જથ્થા સાથે આરોપી રસુલની ધરપકડ કરી.
  • ભાવનગર રોડ પરથી બે નકલી ડોક્ટર ઝડપાયા
  • RTO પાછળ મંછાનગરમાં ભરવાડ પરિવાર પર 10 શખ્સોનો હુમલો
  • 150 ફૂટ રિંગરોડ પર અગમ્ય કારણોસર પરિણીતાએ જિંદગી ટૂંકાવી
  • ગોંડલમાં નવોઢા આપઘાત કેસમાં ફરિયાદ દાખલ

પડધરીના મોવિયામાં ઢાળ વિસ્તારમાં રૂરલ SOGએ રસુલ સુલતાન પલેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં વેચાણ માટે રાખેલો 17 હજારની કિંમતનો 1.700 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. તેમજ ગાંજાના જથ્થા સાથે આરોપી રસુલની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રૂરલ SOGના PSI એચ.એમ.રાણાએ આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે આ જથ્થો રાજકોટથી લાવ્યાનું કબૂલ્યું હતું.

બાતમીના આધારે દરોડો પાડ્યો હતો
રૂરલ SOGના PI એસ.એસ.જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI એસ.એમ. રાણાએ તેની ટીમ સાથે પડધરી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગના હતી. ત્યારે પડધરીના મોવિયા વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ થતું હોવાનું બાતમી મળી હતી. આથી બાતમીના આધારે પડધરીના મોવિયામાં મફતીયા પરામાં રહેતાં રસુલ સુલતાન પલેજાના મકાનમાં દરોડો પાડી ઘરના રૂમમાં સંતાડેલો 1.700 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

ગાંજાના સેમ્પલ FSL રિપોર્ટ માટે મોકલાયા
ગાંજાના જથ્થા સાથે આરોપી રસુલને અટકમાં લઈ રૂ.17 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં સુથારી કામ કરતા રસુલે જણાવ્યું હતું કે, ઘણા સમયથી કોઈ કામ-ધંધો ન હોવાથી મેં રાજકોટના જંક્શન અને ભગવતીપરા વિસ્તારના પેડલર પાસેથી ગાંજાનો જથ્થો પીવા અને વેચાણ માટે લઈ આવ્યો હતો. SOGની ટીમે આરોપીની ધકપકડ કરી ગાંજાના જથ્થા સાથે પડધરી પોલીસને સોંપ્યો હતો. તેમજ માદક પદાર્થના સેમ્પલને FSL રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા.

બે નકલી ડોક્ટર ઝડપાયા
બે નકલી ડોક્ટર ઝડપાયા

રાજકોટમાં બે નકલી ડોક્ટર ઝડપાયા
શહેરમાં આજે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 2 બોગસ ડોકટરની પોલીસે ધરપકડ કરી રહી છે. જ્યાં ચોક્કસ બાતમીને આધારે રાજકોટ શહેર ભાવનગર રોડ ભારતનગર મેઇન રોડ ઉપરથી “સદગુરૂ ક્લિનિક” અને “સાંઇ ક્લિનિક” પર પોલીસે રેઇડ પાડી હતી. જ્યાં મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા બે નકલી ડૉક્ટરો ઝડપાયા હતા. આ દરોડામાં આરોપી નરેન્દ્ર ભાનુભાઇ જોટંગીયા અને મનોજ ધીરનાથભાઇ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે ગુન્હાઓ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે.

મંછાનગરમાં ભરવાડ પરિવાર પર 10 શખ્સોનો હુમલો
રાજકોટમાં RTO પાછળ મંછાનગરમાં ભરવાડ પરિવાર પર 10 શખ્સોનો છરી-ધોકા, તલવારથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં 7 લોકોને ઈજા થી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પ્રેમસબંધનો ખાર રાખી 10 શખ્સોએ પથ્થરમારો કરી ઘરમાં-વાહનોમાં તોડફોડ કરી હતી. હાલ બી ડિવિઝનમાં 10 સામે ગુનો દાખ લકરવામાં આવ્યો છે.

અગમ્ય કારણોસર પરિણીતાએ જિંદગી ટૂંકાવી
150 ફૂટ રિંગરોડ પર હરસીધી સોસાયટીમાં રહેતા દીપાલી રાજુભાઈ પરમાર(ઉ.વ.25)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.આ અંગે મૃતકના પરિવારે 108ને જાણ કરતા ઇએમટીએ દીપાલીબેનને મૃતજાહેર કર્યા હતા.બનાવની રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી ગયો હતો.તેમજ મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસમાંથી જાણવા મળ્યું છે કે,માતા પિતા બહાર પ્રસંગે ગયા હતા.તેમની પરિણીત બહેન માવતરે આવી હતી અને તેનો ભાઈ પણ ઘરે હતો જે અંગે આજે તે દીપાલીએ અન્ય રૂમમાં જઇ પગલું ભરી લીધું હતું.આ અંગે હાલ આપઘાતનું કારણ જાણવા પોલીસે તજવીજ આદરી છે.

ગોંડલમાં નવોઢા આપઘાત કેસમાં ફરિયાદ દાખલ
ગોંડલમાં નવોઢાના આપઘાત પ્રકરણમાં તેણીના પતિ તથા સાસુ-સસરા સામે મરવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. પરિણીતાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં એવું કહ્યું હતું કે, તેની દીકરીએ પિતાને કરેલા ફોનમાં એવું સ્પષ્ટપણે કહ્યું હતું કે, મારાં સાસરિયાં ખૂબ ખરાબ છે પૈસા બાબતે મને ત્રાસ આપે છે જેથી આ ત્રાસથી કંટાળી જઇ તેણે આ પગલું ભરી લીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાર્દિક ભરતભાઈ પરમાર, ભરત પરમાર અને રીટા ભરતભાઈ પરમારના નામ આપ્યા છે.

બે શખસ 7 બાઇક સાથે ઝડપાયા.
બે શખસ 7 બાઇક સાથે ઝડપાયા.

ગોંડલમાં બાઇક અને મોબાઇલ ચોરતા બે શખસ ઝડપાયા
ગોંડલ શહેરના વોરાકોટડા રોડ ઉપર આવાસ યોજનાના ત્રણ માળિયા ક્વાર્ટર્સમાં રહેતા મૂળ જંગવડના ઘનશ્યામ સવજીભાઈ દુધાત અને ભગવતપરામાં રહેતો મોહસીન હુસેનભાઇ બ્લોચ દ્વારા બાઈક અને મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની બાતમીના આધારે એલ.સી.બી પી.આઈ વી.વી. ઓડેદરા, પીએસઆઇ એસ.રાણા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, રૂપકભાઈ, પ્રહલાદસિંહ રાઠોડ સહિતનાઓએ બાતમીના આધારે ઉપરોક્ત બંને શખસને સાત બાઈક તેમજ એક મોબાઇલ ફોન સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.