તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદ ઉકેલાયો:રાજકોટમાં સાડીની દુકાનમાં 2.75 લાખની ચોરી કરનાર શખ્સ બગીચામાંથી ઝડપાયો, પોલીસે CCTV ના આધારે આરોપીની ધરપકડ કરી

રાજકોટએક મહિનો પહેલા
  • આરોપી દુકાનની બાજુમાં કામ કરતો હતો

રાજકોટમાં ગત મંગળવારે મોડી રાત્રે ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ શ્રીનાથ સાડી નામની દુકાનમાં 2.75 લાખ રોકડ રકમની ચોરી થઇ હતી જેના CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતા આરોપી એક બગીચાના બાકડા પર બેઠો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને દબોચી લીધો હતો.

આરોપી CCTVમાં કેદ થઈ ગયો હતો
પ્રાપ્ત વિગત અનુસાર ગત 23 માર્ચના રોજ રાત્રીના 12 વાગ્યા આસપાસ ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલી શ્રીનાથ સાડી નામની દુકાનમાં એક તસ્કર ત્રાટક્યો હતો. આ ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી. આરોપી દુકાનના પ્રાઇવેસી ડ્રોવર અને અન્ય જગ્યાએથી રોકડ રકમ કાઢી ફરાર થઈ ગયો હતો. કેમેરામાં દર્શાવેલા સમય મુજબ 12:18 વાગ્યાથી 12:25 વચ્ચે આરોપી ચોરી કરી ફરાર થઈ ગયો હતો.ચોરીમાં 2,75000 જેવી રકમ અને દાનની પેટીમાં રાખેલા રૂપિયા પણ આરોપી લઇ ગયો હતો. શ્રીનાથ સાડીના માલિકે જણાવ્યું હતું કે, તેઓને જોધપુરના એક વેપારીને 3 લાખ આપવાના હતા જેથી અમદાવાદના એક વેપારી પાસેથી બાકી નીકળતી પેમેન્ટની રકમ 2 લાખ અમદાવાદથી આંગણિયામાં મંગાવી હતી. જોકે બધી તરફથી ભેગું કર્યા બાદ પણ 2.61 લાખ જેવી રકમ થતી હતી. રૂપિયા પુરા ન થતા દુકાનમાં જ રાખ્યા હતા. તસ્કર દાન પેટીઓમાંથી પણ અંદાજે 15-16 હજારની રકમ લઈ ગયો હતો.

બાજુની દુકાનમાં કામ કરતો શખ્સ જ ચોરી કરી ગયો.
બાજુની દુકાનમાં કામ કરતો શખ્સ જ ચોરી કરી ગયો.

પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
આ ફરિયાદને આધારે ભક્તિનગર પોલીસે CCTV ચકાસતા આરોપી ફૈઝાન કાદરી અંગે માહિતી મળી હતી. એ દરમિયાન આરોપી શેઠ હાઈસ્કૂલ નજીક ગઇકાલે બગીચાની અંદર બાંકડા ઉપર બેઠો હતો પોલીસને મળેલ બાતમીના આધારે બગીચામાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી બાજુમાં આવેલા સિઝન સ્ટોરમાં કામ કરતો હતો, જેથી તેને અગાઉથી જ જાણ હતી કે સાડીના વેપારીએ આંગણિયાના આવેલા રૂપિયા દુકાનમાં રાખ્યા છે તેથી આરોપીએ રાત્રીના સમયે ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપી પાસેથી રૂ.1,07,030ની રોકડ રકમ , બે મોબાઇલ મળીને કુલ 1,22,030 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી ફરાર થયા બાદ ક્યાં ક્યાં છુપાયો હતો. કોણે આશરો આપ્યો હતો? એ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. તેમજ બાકીની રકમ રિકવર કરવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સવારે વેપારીએ દુકાનનો ગલ્લો ખાલી જોયો.
સવારે વેપારીએ દુકાનનો ગલ્લો ખાલી જોયો.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો