ધરપકડ:14.28 લાખના દારૂના ગુનામાં ફરાર ચાની કેબિન ધરાવતો શખ્સ ઝબ્બે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં એક વર્ષ પહેલા પકડાયેલા દારૂના ગુનામાં ફરાર આજી ડેમ ચોકડી પાસેના માનસરોવર સોસાયટીમાં રહેતા દિનેશ જીવણ મુંધવાને પોલીસે પકડી પાડ્યો છે. ગત વર્ષે પોલીસે રૂ.14.28 લાખની કિંમતના વિદેશી દારૂની 275 પેટી સાથે રાજસ્થાનના બલવંતસીંગ સોનારાજી શાહુ, રાજકોટના ભરત મગન તલસાણિયા અને લાલજી ઉર્ફે રાજુ ગોરધન સરવૈયા નામના શખ્સોને ઝડપી રૂ.24.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં ચાની કેબિન ધરાવતા દિનેશ મુંધવાની પણ સંડોવણી હોવાનું ખુલ્યું હતું. દરમિયાન આરોપી દિનેશ મુંધવા તેના ઘરે આવતા પોલીસે ત્યાં જઇ આરોપી દિનેશને ઝડપી લઇ ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...