તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:5 વર્ષથી ફરાર શખ્સ પિસ્તોલ અને કારતૂસ સાથે પકડાયો

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
 • પ્રોહિબિશન, હત્યાની કોશિશ,લૂંટ સહિતના પાંચ ગુનામાં કુખ્યાત શખ્સ ફરાર હતો

ચૂંટણી પૂર્વે શહેરના નામચીન ગુનેગારોને પકડવાની પોલીસ તંત્રે શરૂ કરેલી ઝુંબેશમાં પાંચ વર્ષથી ફરાર કુખ્યાત શખ્સને ગેરકાયદેસર પિસ્તોલ, કારતૂસ સાથે પકડી પાડ્યો છે. શહેરના મોરબી રોડ પર રહેતો અને છેલ્લા પાંચ વર્ષથી પોલીસને હાથતાળી આપતો કુખ્યાત જાહિદ ઉર્ફે જાવલો કરીમ કાથરોટિયા નામનો શખ્સ બેડી ચોકડી પાસે હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે તુરંત ટીમ બેડી દોડી જઇ જાહિદ ઉર્ફે જાવલાને પકડી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

પકડાયેલા જાહિદ સામે 2016થી 2021 વચ્ચે જુદા જુદા ત્રણ પોલીસમથકમાં પ્રોહિબિશન, લૂંટ, રાયોટ, મારામારી, હત્યાની કોશિશના નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો હતો. અગાઉ બી ડિવિઝન પોલીસમથકમાં આઠ વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલો જાહિદ હથિયાર કયાંથી લઇ આવ્યો, ક્યાંય ઉપયોગ કર્યો છે કે કેમ તે સહિતની વિગતો બહાર લાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચે જાહિદ સામે વધુ એક આર્મ્સ એક્ટનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો