તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડો:ભાણેજના ડખાનો બદલો લેવા મામાએ પાડોશીના ઘરનો દરવાજો સળગાવ્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ, ખોડિયારપરામાં સામાન્ય મુદ્દે પાડોશી સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી પાડોશીના મામાએ ઘરનો દરવાજો સળગાવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. કિશન ભરતભાઇ ડોડિયા નામના યુવાને ભગવતીપરામાં રહેતા ઇકબાલ કાસમ સોરા અને પાડોશમાં જ રહેતા ઇલ્યાસ દાદ ઘુઘા નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

સોમવારે તે પરિવાર સાથે બહાર હતો. ત્યારે મિત્રનો ફોન આવ્યો કે તારા ઘરનો દરવાજો કોઇ શખ્સ સળગાવે છે. જેથી પોતે તુરંત ઘરે દોડી ગયો હતો. જ્યાં પાડોશી ઇલ્યાસના ભગવતીપરામાં રહેતા મામા ઇકબાલ મકાન પર જલદ પ્રવાહી છાંટતો હતો. બાદમાં તેને ઘરના દરવાજા પર કાંડી ફેંકતા તે સળગી ‌ઊઠ્યો હતો. જેથી ઇકબાલને રોકતા તેને ગાળો ભાંડી તે મારા ભાણેજ ઇલ્યાસ સાથે માથાકૂટ કરીને તેનો બદલો લેવા તારું મકાન સળગાવવા આવ્યો છું.

બનાવથી પાડોશીઓ પણ એકઠા થઇ જતા આગને અટકાવવા પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. લોકો ભેગા થઇ જતા ઇકબાલ ત્યાંથી નાસી ગયો હતો. થોડા દિવસ પહેલા પાડોશમાં રહેતા ઇલ્યાસ સાથે કચરો ફેંકવાના મુદ્દે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી ઇલ્યાસે તેના મામા ઇકબાલ સાથે કાવતરું રચી મારું મકાન સળગાવવાનો પ્લાન ઘડ્યો હોવાનું કિશને જણાવતા માલવિયાનગર પોલીસમથકના પીએસઆઇ એમ.એસ.મહેશ્વરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મારામારીનો બીજો બનાવ કાલાવડ રોડ પર આવેલા સ્વિમિંગ પૂલ વાળી શેરીમાં બન્યો હતો. અહીં રૈયા ગામમાં રહેતા નદીમ હબીબભાઇ બેલીમ અને તેના મોટા ભાઇ આરિફને કરણ પ્રતાપ, દીવુ બોરીચા અને બે અજાણ્યા મળી ચાર શખ્સે છરીથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...