ધરપકડ:રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર માથા અને મોઢા પર પથ્થરનાં ઘા ઝીંકી પ્રૌઢની હત્યા કરનાર આરોપીની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોષે ભરાઈ પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી  - Divya Bhaskar
રોષે ભરાઈ પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી 
  • સામાન્ય બાબતમાં બોલાચાલી કરી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે આવ્યું

રાજકોટમાં બે દિવસ પહેલા 150 ફૂટ રિંગરોડ પર ગોવર્ધન ચોક નજીક માથા-મોઢા પર પથ્થરનાં ઘા ઝીંકી પ્રૌઢની નિર્મમ હત્યા થયાની ઘટના સામે આવી હતી. આ મુદ્દે માલવીયાનગર પોલીસે જયંતિ ઉર્ફે નટુ જોટાણીયા નામના શખ્સની કરી ધરપકડ કરી છે. સામાન્ય બાબતમાં બોલાચાલી કરી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે આવ્યું છે.

આરોપી નટુ જોટાણીયા
આરોપી નટુ જોટાણીયા

રોષે ભરાઈ પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી
પોલીસ તપાસમાં આરોપીએ કબુલ્યું હતું કે,મૃતક પ્રૌઢ દિનેશ ખાંટ ફૂટપાથ ઉપર રસ્તામાં આડો સૂતો હતો. એ સમય દરમિયાન આરોપી ત્યાંથી પસાર થતા તેણે મૃતક સાથે ચાલવા બાબતે બોલાચાલી કરી હતી. આરોપીની માનસિક અસ્વસ્થતા અને ક્રોધને કારણે તેણે પથ્થરના ઘા ઝીંકીને દિનેશ ખૂંટની હત્યા કરી હતી.બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આરોપીએ માથામાં પથ્થર મારી હત્યા કરી હતી
આરોપીએ માથામાં પથ્થર મારી હત્યા કરી હતી

મૃતક કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામના વતની
ઉલ્લેખનીય છે કે આ બનાવને લઈને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસને હત્યાની જાણ કરનાર જાગૃત નાગરિક મહેન્દ્રગીરી ગૌસ્વામીએ આરોપીને હત્યા કર્યા બાદ નાસી જતા નિહાળ્યો હતો અને પોલીસ સાથે મળી આરોપીને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં મૃતક મુળ કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામના હોવાનું સામે આવ્યું છે.

જાગૃત નાગરિકે પોલીસ સાથે મળી આરોપીની ધરપકડ કરી
જાગૃત નાગરિકે પોલીસ સાથે મળી આરોપીની ધરપકડ કરી

મૃતક છુટક ડ્રાઈવીંગ કામ કરતા હતાં
મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું કે, દિનેશભાઈ ત્રણ ભાઈ અને ચાર બહેનમાં વચેટ હતાં. પત્નીનું આશરે દશેક વર્ષ પહેલાં મૃત્યું નિપજયું હતું. તેને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જે પૈકી એક દીકરો અને દીકરી અલગ અલગ સંબંધી સાથે રહે છે. દિનેશભાઈ રાજકોટમાં રહી છુટક ડ્રાઈવીંગ કામ કરતા હતાં.

પોલીસે જાગૃત નાગરિકનું સન્માન કર્યું
પોલીસે જાગૃત નાગરિકનું સન્માન કર્યું