અનોખો વિરોધ:રાજકોટ મેયરના ઢોર અંગેના નિવેદનથી માલધારી સમાજ નારાજ, મનપા કચેરીએ વાછરડુ લાવીને કહ્યું: ગાય તમારા માટે ઢોર હશે, અમારી તો માતા છે

રાજકોટએક મહિનો પહેલા
પોતાની નારાજગી વ્યક્ત કરવા મનપા કચેરીએ પોતાના વાછરડાને લઇને પહોંચ્યા હતા
  • 7 દિવસ પહેલા મેયર ડો.પ્રદિપ ડવે કહ્યું હતું કે, રસ્તા પર ઢોરનો ત્રાસ ચલાવી લેવાશે નહીં

રાજકોટમાં આજથી 7 દિવસ પહેલા મેયર ડો.પ્રદિપ ડવે એક નિવેદન આપ્યું હતું કે, શહેરના અનેક વિસ્તારમાં ઢોરની સમસ્યા દેખાય છે માટે રસ્તા પર ઢોરનો ત્રાસ ચલાવી લેવાશે નહીં અને નવરાત્રી બાદ તમામ વોર્ડમાં ઢોર પકકડ અભિયાન શરૂ કરવામાં આવશે. આ નિવેદનથી માલધારી સમાજ નારાજ થયો હતો. અને પોતાની નારાજગી વ્યક્ત કરવા મનપા કચેરીએ પોતાના વાછરડાને લઇને પહોંચ્યા હતા અને નવતર વિરોધ નોંધાવ્યો હતો જ્યાં તેમના આગેવાને જણાવ્યું હતું કે, ગાય તમારા માટે ઢોર હશે, અમારી માતા છે.

ગાય તમારા માટે ઢોર હશે, અમારી માતા છે : માલધારી સમાજના આગેવાન
ગાય તમારા માટે ઢોર હશે, અમારી માતા છે : માલધારી સમાજના આગેવાન

મેયર માલધારી સમાજની માફી માંગે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પહેલા અમદાવાદની જાહેર મીટીંગમાં સી.આર.પાટીલ દ્વારા આઠ દિવસની અંદર રસ્તા ઉપર એક પણ ગાય દેખાશે નહીં તેવું નિવેદન આપ્યું હતું અને હવે મેયરે ગાયને હટાવાની વાત કરી છે. આ ખોટું છે. પ્રદીપ ડવે આવું નિવેદન આપતાં માલધારી સમાજની લાગણી દુભાઇ છે. આ નિવેદન અંગે મેયર પ્રદિપ ડવ માલધારી સમાજની માફી માંગે એવી અમારી પ્રબળ માંગ છે.

પોતાની નારાજગી વ્યક્ત કરવા મનપા કચેરીએ પોતાના વાછરડાને લઇને પહોંચ્યા હતા
પોતાની નારાજગી વ્યક્ત કરવા મનપા કચેરીએ પોતાના વાછરડાને લઇને પહોંચ્યા હતા

સમાજની માંગણી નહિ સ્વીકારે તો વિરોધ પ્રદર્શન થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,પશુધનને લઈ નિર્દોષ રાહદારી અકસ્માતનો ભોગ બને તે અમને પણ ગમતું નથી.પરંતુ માલધારીઓ પાસે ગાયો માટે અલગથી જમીન ના હોય ગૌચર પર દબાણો થયા હોય પશુધનને ફરવા માટે કે ચરવા માટે જગ્યા ના રહેતા મજબૂરી એ રસ્તા ઉપર આવી છેે. સમાજની માંગણી નહિ સ્વીકારે તો માલધારી સમાજ ગાયો સાથે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.