તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Major Drop In Death Toll, 38 Patients Killed In 24 Hours, Gundawadi Market Traders Protest Over Mini Lockdown, Most Shops In The City Open

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 38 દર્દીના મોત,બપોર સુધીમાં નવા 101 કેસ નોંધાયા, એસટી બસપોર્ટ ડિવિઝનના 300 બસ રૂટ હવે તા.18 મે સુધી બંધ

રાજકોટ3 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 6461 લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટમાં મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 24 કલાકમાં 38 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 23 દિવસથી રોજ 60થી વધુ દર્દીઓના મોત નીપજતા હતા ત્યારે આજે પ્રથમવાર મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 57 દર્દીના મોત થયા હતા તે પૈકી 8 દર્દીના કોરોનાથી મોત થયાનો ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 38325 પર પહોંચી છે. આજે બપોર સુધીમાં નવા 101 કેસ નોંધાયા છે. આ ઉપરાંત એસટી બસપોર્ટ ડિવિઝનમાં મુસાફરોનો અભાવ અને રાત્રી કર્ફ્યુના કારણે 65% બસ બંધ રહેતા 300 બસ રૂટ હવે તા.18 મે સુધી બંધ, કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 6461 લોકોએ કોરોના વેકસીન લીધી
રાજકોટ શહેરમાં આજે બપોરે 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3132 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3329 સહિત કુલ 6461 નાગરિકોએ રસી લીધી છે. આજે ફરી ગુંદાવાડી બજારના વેપારીઓનો મીની લોકડાઉને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં મોટાભાગની દુકાનો ખુલ્લી છે, જેની સામે 40 ટકા જેટલી દુકાનો જ બંધ છે. વેપારીઓનું કહેવું છે કે, જો 18 તારીખ પછી લોકડાઉન લંબાવાશે તો દુકાનો ખોલી નાખીશું. સરકાર સંપૂર્ણ લોકડાઉન કરે અથવા મિની લોકડાઉન હટાવે, આમ નાના વેપારીઓને નુકસાન થઇ રહ્યું છે. .

મિની લોકડાઉનથી તમામ વેપારીઓ સહમત નથી
મિની લોકડાઉનથી તમામ વેપારીઓ સહમત નથી

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત નર્સનું તાળીઓ પાડી, મોં મીઠું કરાવી અભિવાદન કરાયું
"
લેડી વિથ ધ લેમ્પ" તરીકે ઓળખાતા ફ્લોરેન્સ નાઇન્ટીગેલના જન્મદિવસ 12મી મેને સમગ્ર વિશ્વમાં "આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. હાલની કોરોના મહામારીમાં રાજ્યભરના નર્સીઝ "ફરજ એ જ પરમ ધર્મ" સમજીને પોતાનું મહામુલુ યોગદાન આપી રહ્યા છે. અને કોરોના સામેના યુદ્ધમાં જોશભેર લડત આપી રહ્યા છે. ત્યારે રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત નર્સનું તાળીઓ પાડી, મોં મીઠું કરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું

નર્સનું તાળીઓ પાડી અભિવાદન કરવામાં આવ્યું હતું
નર્સનું તાળીઓ પાડી અભિવાદન કરવામાં આવ્યું હતું

NCP કાર્યાલયમાં કાળા વસ્ત્રો ધારણ કરી રેશ્મા પટેલના ઉપવાસ
NCPના મહિલા નેતા રેશ્મા પટેલે આજે સતત બીજા દિવસે રાજકોટમાં NCPના કાર્યાલય ખાતે મહિલા કાર્યકરો સાથે ઉપવાસ પર બેઠા છે. રેશ્મા પટેલે કાળા વસ્ત્રો ધારણ કરી ઉપવાસ શરૂ કર્યા છે. રેશ્મા પટેલે આક્રોશ ઠાલવી જણાવ્યું હતું કે, જાહેર સરકારની તાનાશાહી ચાલે છે. જ્યાં સુધી કોરોનાના દર્દીઓના લાભાર્થે સરકાર લખી નહીં આપે ત્યાં સુધી ઉપવાસ શરૂ રાખવામાં આવશે. ગામડાઓમાં પણ જઇશું. કોરોનામુક્ત ગામડા બનાવવા માટે સરકાર આગળ નહીં ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે.

રેશ્મા પટેલ ઉપવાસ પર બેઠા.
રેશ્મા પટેલ ઉપવાસ પર બેઠા.

મોટાભાગની હોસ્પિટલે મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ નહીં ચાલે તેવું કહ્યું
રાજકોટમાં ખાલી બેડની સંખ્યા વધતા કાર્ડ ધરાવતા દર્દીઓને દાખલ કરાય છે કે નહિ તે જાણવા દિવ્ય ભાસ્કરે શહેરની કોવિડ હોસ્પિટલ્સમાં રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. શહેરની કુલ 50 કોવિડ હોસ્પિટલમાંથી 35 હોસ્પિટલમાં કોરોનાના દર્દીને આયુષ્યમાન કાર્ડ કે અમૃતમ કાર્ડમાં સારવાર આપવાની ઘસીને ના પાડી દીધી હતી. કેટલીક હોસ્પિટલમાં એવું પણ કહેવાયું કે, ‘રાજકોટની કોઈપણ હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ કે આયુષ્યમાન કાર્ડમાં કોવિડની સારવાર નહીં જ થાય, અને આગામી એક મહિના સુધી તપાસ પણ ન કરતા. કારણ કે, સરકારે જાહેરાત ભલે કરી પરંતુ કોઈ હોસ્પિટલ અમૃતમ કાર્ડમાં કોવિડના દર્દીની સારવાર નહીં કરે.’

પોઝિટિવ રેટ 11.4 ટકાએ પહોંચી ગયો
રાજકોટ જિલ્લાના વિવિધ ગામડાઓમાં સાત દિવસ પહેલાં એક જ દિવસમાં 3813 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 127 લોકોનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા હતા. આ રીતે જોવા જઈએ તો સાત દિવસ પહેલાં જિલ્લામાં પોઝિટીવિટી રેટ 3.3 ટકા નોંધાયો હતો. જો કે સાત દિવસમાં સ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ હોય તેવી રીતે 9મે ના રોજ એક દિવસમાં 3452 લોકોનો ટેસ્ટ કરાયો હતો જેમાંથી 395 લોકો પોઝિટીવ નીકળતાં રેટ 11.4 ટકાએ પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...