તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેવાસા શેખલિયામાં દરોડો:જુગાર ક્લબમાંથી મહેશ ગમારા ભાગ્યો, હાર્ટનો દર્દી હોવાથી એટેક આવતાં મોત

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોટીલાના મેવાસા શેખલિયા ગામની સીમમાં ટેકરી પર ચાલતી જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇને રાજકોટનો નામચીન મહેશ સોમા ગમારા ભાગ્યો હતો, હૃદયરોગનો દર્દી મહેશ ગમારા પોલીસથી બચવા ભાગવા જતાં હાર્ટએટેકથી તેનું મોત નીપજ્યું હતું.

રાજકોટના આજી ડેમ પાસેના માનસરોવરપાર્કમાં રહેતો અને છેલ્લા કેટલાક સમયથી બામણબોર વિસ્તારમાં ડેરાતંબુ તાણીને બેઠેલા નામચીન મહેશ સોમા ગમારાનું વિચિત્ર સંજોગોમાં મોત નીપજ્યું હતું. ચોટીલાના મેવાસા શેખલિયા ગામની સીમમાં ટેકરી પર જુગાર ક્લબ ચાલતી હોવાની મોલડી પોલીસને માહિતી મળતાં પોલીસ ટુકડી દોડી ગઇ હતી. પોલીસને જોતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. ક્લબમાં જુગાર રમી રહેલો નામચીન મહેશ સોમા ગમારા પણ પોલીસને જોઇને ભાગ્યો હતો, અને થોડેદૂર સુધી દોડ્યા બાદ તે બેભાન થઇ ઢળી પડ્યો હતો.

પોલીસે મહેશને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેશ ગમારા ભાગ્યો હતો અને તે હૃદયરોગનો દર્દી હોય હાર્ટએટેકથી તેનું મોત નીપજ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે. રાજકોટમાં બલી ડાંગર અને મહેશ ગમારા વચ્ચે અગાઉ ગેંગવોર ચાલતી હતી.

અન્ય સમાચારો પણ છે...