તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી નોટ છાપવાનો પર્દાફાશ:તેલના ધંધામાં દેણું થતા શખ્સે રાજકોટમાં જાલીનોટ છાપવાનું શરૂ કર્યુ, ભાંડો ફૂટતા સાળાએ નોટો બાળવામાં મદદ કરી, 3ની ધરપકડ, મહેસાણા SOGએ કૌભાંડ પકડ્યું હતું

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં 200ના દરની નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ - Divya Bhaskar
રાજકોટમાં 200ના દરની નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ
  • મહેસાણા SOGએ ઊંડાણપૂર્વક તપાસ કરતાં નકલી નોટો છાપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું

મહેસાણાની બેંકના ભરણામાં આવેલી 100 જેટલી રૂ. 200ના દરની નકલી નોટો અંગે મહેસાણા SOGએ ઊંડાણપૂર્વક તપાસ કરતાં નકલી નોટો છાપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ નોટો રાજકોટના રૈયા ચોકડી પાસે શાંતિ નિકેતન પાર્ક પાસે સદ્દગુરૂ કોમ્પલેક્સના બી વિંગ પાસે રહેતાં તેલના વેપારી દિપક શાંતિલાલ કારીયાએ મહેસાણાના વેપારીને મોકલી હોવાનું તપાસમાં ખુલતાં મહેસાણા SOGએ રાજકોટ આવી તેને દબોચ્યો હતો. પોલીસ તપાસમાં દિપકને તેલના ધંધામાં દેણું વધી જતા નકલી નોટ છાપવાનું શરૂ કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ કૌભાંડનો ભાંડો ફૂટતા જ દિપકના સાળા સાગર ખીલોસીયાએ નોટ સગેવગે કરવા બાળવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

નકલી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પોલીસે કબ્જે કર્યા
નકલી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પોલીસે કબ્જે કર્યા

આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર વીંછિયાના છાસીયા ગામનો મગન શેખ
આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર વીંછિયાના છાસીયા ગામનો મનગ ગોપાભાઇ શેખ હોવાનું ખુલતા તેની પણ ધરપકડ કરાઈ છે. ત્રણેયના 6 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર થયા છે. દિપકે એવું રટણ કર્યુ હતું કે તેલના ધંધામાં મંદી અને દેણું થઈ જતાં મગન પાસે જાલીનોટો છાપતા શીખીને મહેસાણાના વેપારીને માલના ચુકવણા પેટે અસલી સાથે 200વાળી નકલી નોટો પણ ધાબડી દીધી હતી. મહેસાણાના વેપારી દિપકભાઇ બાબુભાઇ પટેલને રાજકોટના શખ્સ મારફત ઉઘરાણીમાં આવેલી 200વાળી નોટો તેણે બીજી બે પેઢીને આપી હતી. આ પેઢીના સંચાલકોએ બેંકમાં નોટો જમા કરાવી હતી અને એ નોટો બેંકમાં ગણતરી વખતે નજરે ચડી જતાં મેનેજરે નકલી નોટો ભરણામાં આવ્યાની ફરિયાદ નોંધાવતાં મહેસાણાના પોલીસને રાજકોટ સુધી પગેરૂ મળ્યું હતું.

મહેસાણા SOGએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો
મહેસાણા SOGએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો

આરોપી દિપકનો સાળો નકલી નોટ સળગાવે તે પહેલા પોલીસે તેની ધરપકડ કરી હતી
મહેસાણાના વેપારી દિપકભાઇ પટેલે પોતાને 27 નવેમ્બરના રોજ કરિયાણાના માલની ખરીદી પેટે રાજકોટના દિપક શાંતિલાલ કારીયાએ રૂ. 200ના દરની નોટના બે બંડલ આપ્યાનું કહેતાં પોલીસ રાજકોટ પહોંચી હતી અને દિપકની ધરપકડ કરી હતી. તેના ઘરમાંથી નોટો છાપવા માટેનું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર કબ્જે કર્યા હતા. SOGએ તપાસ શરૂ કરી હોય વેપારી દિપકભાઇ પટેલે રાજકોટ દિપકને ફોન કરી તે નકલી નોટો આપી હતી? તેવું પુછતાં દિપકને શંકા જતાં તેણે વધેલી નકલી જાલી નોટો પોતાના સાળા સાગરને બોલાવી તેનો નિકાલ કરવા માટે આપી દીધી હતી. સાગર આ નોટો સળગાવીને નાશ કરે એ પહેલા જ મહેસાણા એસઓજીએ તેને પણ દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો