સન્માન:બાંદરા ધામના મહંત ગોરધનબાપુને મહામંડલેશ્વર બિરદથી સન્માનિત કરાયા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંત શીરોમણી, સોનલ આશ્રમના અને ઉગમ ફોજના સદ્દગુરુદેવ ઉગારામદાદાની જગ્યા બાંદરા ધામના મહંત ગોરધનબાપુનું તા. 20 માર્ચના વૃંદાવનધામ રામપરાના વૈષ્ણવ ત્રણ અખાડા અને સંતો, મહંતોની હાજરીમાં અખિલ ભારતય બૌધ્ધ ધમ સંઘ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ રાજકોટ તરફથી મહામંડલેશ્વર બિરૂદથી સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, કાર્યકરો, રાષ્ટ્રીય પ્રમુખ ગૌતમ ચક્રવતી, રાષ્ટ્રીય મહિલા પ્રમુખ મકવાણા શાંતાબેન, ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવશીભાઇ દાફડા, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અશોકભાઇ વાળા, નરેન પ્રિયદર્શી, ભાનુબેન રાઠોડ, શાંતાબેન વાઘેલા, ગીતાબેન પરમાર, મનસુખભાઇ લાઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...