વિરોધ:પંજાબમાં PMની સુરક્ષામાં ચૂક રહેતા રાજકોટ યુવા ભાજપે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પૂતળાને ચપ્પલ મારી પૂતળાદહન કર્યું

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવા ભાજપ દ્વારા પૂતળાદહન કરવામાં આવ્યું. - Divya Bhaskar
યુવા ભાજપ દ્વારા પૂતળાદહન કરવામાં આવ્યું.
  • પંજાબના મુખ્યમંત્રી જવાબદારીમાં છટકવા માટે બચાવો કર્યાઃ ધારાસભ્ય

પંજાબના ફિરોઝપૂર જિલ્લામાં મુદકી પાસે નેશનલ હાઇવે પર કેટલાક ખેડૂતોએ વિરોધ કરી રસ્તો રોકી દીધો હતો. ત્યારે પવડાપ્રધાનના કાફલાને વરસાદ વચ્ચે 20 મિનીટ સુધી બ્રિજ પર રોકી દેવામાં આવ્યો હતો. આ વડાપ્રધાનની સુરક્ષા માટે મોટી ચૂક કહેવામાં આવી રહી છે. ત્યારે આજે રાજકોટ વિધાનસભા 70ની ભારતીય જનતા પાર્ટી ટીમ દ્વારા ઘટનાને વખોડી વડાપ્રધાનના દીર્ઘાયું માટે મહામૃત્યુંજય જાપ કરવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ભગવાન ભોળાનાથ સદબુદ્ધિ આપે. જ્યારે બીજી તરફ રાજકોટ યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પૂતળાને ચપ્પલ મારી પૂતળાદહન કરવામાં આવ્યું હતું. તેમજ રેલી યોજી પંજાબ સરકાર હાય હાય અને કોંગ્રેસ પાર્ટી હાય હાયના નારા લગાવ્યા હતા.

યુવા ભાજપ દ્વારા રેલી પણ યોજાઇ.
યુવા ભાજપ દ્વારા રેલી પણ યોજાઇ.

ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે મહામૃત્યુંજય જાપ કરાયા
શહેરના 80 ફૂટ રોડ પર આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે વિધાનસભા 70ના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને વિધાનસભા 70ની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. ગઇકાલે પંજાબ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા સાથે બનેલા બનાવને વખોડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ઘાયું માટે મહામૃત્યુંજય જાપ કરવામાં આવ્યા હતા. જેમાં શહેર ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

રાજકોટ ભાજપે વડાપ્રધાન સાથે થયેલી ઘટનાને વખોડી.
રાજકોટ ભાજપે વડાપ્રધાન સાથે થયેલી ઘટનાને વખોડી.

પંજાબ સરકાર જવાબદારીમાંથી છટકવા બચાવો કરે છે: MLA
ધારાસભ્ય ગોવિંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે પંજાબમાં વડાપ્રધાન સાથે જે ઘટના બની તે નિંદનીય અને વખોડવા પાત્ર છે. વડાપ્રધાન કોઈ જગ્યાએ કાર્યક્રમમાં જતા હોય ત્યારે તેની સુરક્ષાની જવાબદારી જે તે રાજ્યના મુખ્યમંત્રીની હોય છે. આ જવાબદારીમાં છટકવા માટે જે પ્રકારના બચાવો કર્યા છે તે પણ વખોડવા પાત્ર છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આયુષ્ય વધે એના માટે મહામૃત્યુંજય જાપ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ભગવાન ભોળાનાથ સદબુદ્ધિ આપે.

અન્ય સમાચારો પણ છે...