રાજકોટ મનપાની સાંઠગાંઠ:મધુરમ કન્સ્ટ્રક્શને વેસ્ટ ઝોનમાં એકસાથે એક તારીખના 10 બિલ મુક્યાં, બધા એક જ દિવસમાં મંજૂર કરી દીધા!

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • ઈસ્ટ ઝોનના ઉપરી અધિકારીઓ સાથેની સાંઠગાંઠ વેસ્ટ ઝોનમાં પણ એજન્સીને અનેકવાર ફાયદો કરાવતી હતી

મહાનગરપાલિકાના ઈજનેર પરેશ જોશીના આપઘાતમાં બિલની ચૂકવણીનો મુદ્દો હતો જેનાથી તેને ત્રાસ અપાતો હતો. આ મામલે તપાસ કરાતાં જોવા મળ્યું હતું કે આપઘાતમાં સંડોવાયેલા આરોપીઓ જે એજન્સીમાં કામ કરતા તે મધુરમ કન્સ્ટ્રક્શનના બિલ ઝડપથી મંજૂર થતા અને સૌથી પહેલા તેનો વારો આવે એટલે બિલ ઈનવર્ડ કરવાની પણ પધ્ધતિ અનુસરાતી ન હતી.

મધુરમ કન્સ્ટ્રક્શનને ઈસ્ટ ઝોનના ઉપરી અધિકારી સાથે તો સાંઠગાંઠ હતી પણ આ સાંઠગાંઠની ભલામણ તેને વેસ્ટ ઝોનમાં પણ એટલી જ કામ આવતી હોવાનું ખુલ્યું છે. કારણ કે વેસ્ટ ઝોનમાં એક બે નહીં પણ 10-10 બિલ એકસાથે મુકાય તો પણ તે બધા તે જ તારીખે સહી કરીને એકસાથે મંજૂર થઈ બધાના પેમેન્ટ 10 દિવસની અંદર કરી દેવાતા હતા. મધુરમ કન્સ્ટ્રક્શનને 5 ડિસેમ્બર 2020ની તારીખે 10 બિલ મુક્યા હતા. વેસ્ટ ઝોનના ‘કામઢા’ ઈજનેરોના હાથમાં આ બિલ આવતા મદદનીશ ઈજનેર, ડેપ્યુટી ઈજનેર, સિટી ઈજનેર તમામની સહી થઈ ગઈ હતી. ત્યારબાદ નવા બ્રાંચ બિલ કે વાઉચર બનાવાય છે અને 1464થી 1473 સુધીની સિરીઝના એકસાથે બની ગયા જેની કુલ કિંમત 17.57 લાખ જેટલી થાય છે.

આ તમામ એકસાથે ઓડિટમાં મોકલી દેવાયા હતા. પ્રિ-ઓડિટમાં મોકલી દીધા બાદ એકાઉન્ટ શાખામાં પહોંચ્યા હતા અને ત્યાં એક જ દિવસમા બધાના ચેક બની ગયા હતા અને એજન્સીને ચૂકવણું થઈ ગયું હતું. સૌથી મોટી બાબત એ છે કે એક જ એજન્સી પાસે આ તે કેવો વહાલ હતો કે તે બિલ મૂકે એટલે તે ગમે તેટલા હોય તો પણ ઝડપથી મંજૂર થઈ જાય. બીજી તરફ ઉપરી અધિકારીઓની આ જ માનીતી એજન્સીના જ કર્મચારીઓ મનપાના ઈજનેરના આપઘાતના કેસમાં આરોપી બન્યા છે.

મધુરમ કન્સ્ટ્રક્શને 5મીએ મૂકેલા અને 16મીએ મંજૂર થયેલા બિલ

બિલ રકમબિલ નંબરચૂકવણી તારીખ
92250146416-12-2020
122170146516-12-2020
42660146616-12-2020
122155146716-12-2020
139693146816-12-2020
256781146916-12-2020
103266147016-12-2020
502048147116-12-2020
381203147216-12-2020
78016147316-12-2020

જાન્યુઆરી-ડિસેમ્બર 2021 સુધીમાં મધુરમ કન્સ્ટ્રક્શનને થયેલી ચૂકવણી- બિલ નંબર

બિલ નંબરરકમ
1618311360
1619200000
189013878124
1891409500
2341878166
112693906
113505931
46315170
2871943600
3913305077
કુલ2,21,40,834
અન્ય સમાચારો પણ છે...