ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:એજન્સી-મનપાની સાઠગાંઠનો પુરાવો - મધુરમ કન્સ્ટ્રક્શનના બિલ માત્ર એક જ અઠવાડિયામાં મંજૂર કરી દેવાતા હતા, બીજા કોન્ટ્રાક્ટર્સને મહિનો રાહ જોવી પડે છે!

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાના શંકાસ્પદોની માનીતી એજન્સીનું બિલ મુકાય એટલે એક જ દિવસમાં તમામ અધિકારીઓ સહી કરી દેતા હતા
  • 28 ડિસેમ્બરે 37.95 લાખનું બિલ મુકાયું, બે દિવસ બાદ ઈજનેરે 30મીએ ઝંપલાવ્યું છતાં 3 જાન્યુઆરીએ અધિકારીઓએ બિલ પાસ કરી ઓડિટમાં મોકલી દીધું!

રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેર પરેશ જોશીએ આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મધુરમ કન્સ્ટ્રક્શનના ઈજનેર હાર્દિક ચંદારાણા અને સુપરવાઈઝર મયૂર ઘોડાસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ આરોપીઓ શોધવા માટે તપાસ હાથ ધરી છે. મધુરમ કન્સ્ટ્રક્શનના આ બંને કર્મચારીઓ મનપાની ઈસ્ટ ઝોન કચેરીના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતા હતા અને તેના થકી જ ઈજનેર જોશી પર દબાણ કરાવતા હતા.

મનપા પોતાના અધિકારીઓને બચાવવા માટે આ વાતનો સ્વીકાર કરતી નથી તેથી દિવ્ય ભાસ્કરે ઊંડાણપૂર્વક તપાસ કરી એજન્સી અને ઈસ્ટ ઝોનના અધિકારીઓનો સંબંધ જાણ્યો હતો જેમાં જોવા મળ્યું હતું કે, મધુરમ કન્સ્ટ્રક્શનના બિલ મંજૂર કરવામાં ઇજનેરો ખૂબ જ ઝડપ કરતા હતા અને એકાદ સપ્તાહમાં જ તેના ખાતામાં રકમ જમા થઈ જતી હતી.

મધુરમ કન્સ્ટ્રક્શને બિલ માટે સતત ઈજનેર પર દબાણ કર્યું તે પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે. આ મામલે ભાસ્કરે તપાસ કરતા બહાર આવ્યું હતું કે, હાર્દિક ચંદારાણાએ તા.28 ડિસેમ્બર લખેલી તારીખનું 37,95,426 રૂપિયાનું બિલ ઈસ્ટ ઝોનમાં મૂક્યું હતું સતત બે દિવસ સુધી આ બિલ મુદ્દે ઈજનેર પર દબાણ કરાયું હતું અને યાતના સહન કરી હતી આખરે 30મીએ તેણે આપઘાત કરી લીધો.

ઈસ્ટ ઝોનના ઉચ્ચ અધિકારીઓને આ બિલની કડાકૂટ ખબર જ હતી અને જો ગુનો દાખલ થાય તો બિલ અટકી જાય તેથી આપઘાતના ચોથા દિવસે એટલે કે 3 જાન્યુઆરીએ બિલ પસાર કરીને ઓડિટ શાખામાં મોકલાવી દીધું છે. તેથી ઈસ્ટ ઝોનના ઉચ્ચ અધિકારીની આમા પણ સીધી સંડોવણી જોવામળે છે.આ બધા જ પરિબળો એ સ્પષ્ટ કરે છે કે કોન્ટ્રાક્ટર અને ઈજનેર જોશીના ઉપરી અધિકારીઓ વચ્ચે ઘરોબો હતો અને આ બંનેના દબાણ વચ્ચે પીસાઈને ઈજનેરને જીવ ગુમાવવો પડ્યો છે.

શોકસભામાં પરેશ જોશીના પત્નીએ કહ્યું, ‘અમને ન્યાય અપાવો’
પરેશ જોશીની શોકસભામાં તેમના પત્ની મિલીબેને હાથ જોડીને કહ્યું હતું કે, ‘અમને ન્યાય અપાવો, મારા પતિએ કોર્પોરેશન માટે ખંતથી કામ કર્યું છે અને હવે આ દિવસો જોવા મળ્યા છે. જે કોઇ જવાબદાર છે તેને સામે લાવો, અમે તો અમારા ગુમાવ્યા છે કાલે તમારા પરિવારને આવા દિવસો ન આવે તેવી અમારી પ્રાર્થના છે’

મધુરમ કન્સ્ટ્રક્શનના ચૂકવણાની વિગત

બિલ તારીખરકમકચેરીએ બિલ બનાવ્યુંચૂકવણું તારીખ
28-12-202137,95,42603-01-2022બાકી
27-10-202133,05,07728-10-202101-11-2021
19-01-20211,38,78,12425-01-202104-02-2021
30-11-202030340104-12-202008-12-2021

​​​​​​​જાણી જોઈને બિલ અટકાવાય છે
424814/2 નંબરનું બિલ તા.1-10-2021ના મુકાયું હતું. ઈજનેરોએ છ દિવસ બાદ 6 તારીખે તેનું બિલ બનાવ્યું અને તેના બીજા 6 દિવસ બાદ 12 તારીખે ઓડિટ શાખામાં મોકલાયું હતું. 21 તારીખે તે એકાઉન્ટ શાખામાં પહોંચ્યું અને તેના 6 દિવસ બાદ 26 તારીખે ચેક બન્યો હતો. જ્યારે બીજી એજન્સી કે જેના બિલ નંબર ઈસ્ટ ઝોન કચેરીમાં 1885 તરીકે નોંધાયા છે તે એજન્સીએ 22-01-2021ની તારીખનું બિલ આપ્યું હતું. કચેરીએ 23મીએ તેનું બિલ હાથમાં લીધું અને 6 દિવસ બાદ છેક 27મીએ ઓડિટમાં મોકલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...