તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ફોટો સ્ટોરી:હોળીમાં લાકડાનો ઉપયોગ અટકે તે માટે 80 ટન ગોબર સ્ટિક બનાવી

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્ય ભરમાં હોળીમાં લાકડાનો વપરાશ અટકે અને ગાયના ગોબરનો વધુ વપરાશ થાય તે માટે રાજકોટ જિલ્લાના કાલાવડ તાલુકાના વોડીસંગ ગામે ગોપી ગીર ગુરૂકુળ ગૌ શાળાના સંચાલકે વૈદિક હોળીનો યજ્ઞ શરૂ કર્યો છે. આ માટે ગાયના ગોબરમાંથી 80 ટન ગોબર સ્ટીક બનાવી છે. જે હવે રાજ્યભરમાં આમનું વિતરણ કરશે. વૈદિક હોળી માટે ગૌ શાળાના સંચાલક દિલીપભાઈ સખીયાએ ગત વર્ષથી ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 50 શેરી મહોલ્લામાં વૈદિક હોળી પ્રગટી હતી.

આવતા વર્ષેથી અન્ય ગૈા શાળાના સંચાલકોને સમાવી લેશે.ગૌ શાળાના સંચાલક દિલીપભાઈ સખીયા જણાવે છે કે, ગાયોના ગોબરમાંથી બનાવેલી સ્ટીકથી હોળી પ્રગટે તો વાતાવરણ પણ શુધ્ધ થાય,વાયરસ નાબુદ થશે. તેની સાથે ઘેધુર વૃક્ષોનું નિકંદન નિકળતા પણ અટકશે. ખાસ તો લોકોને પર્યાવરણ જાળવણી નો સનદેશો આપવા માટે આ અભિયાન હાથ ધર્યું છે.

 • 3 કિલો ગોબર સ્ટિકનું વજન
 • 3 ફૂટ ગોબર સ્ટિકની લંબાઈ
 • 300 ગાયના ગોબરનો વપરાશ થયો છે
 • 7 માણસો અને એક ગોબર સ્ટિક મશીનની મદદ લેવાઈ
 • 50 હોળી ગયા વર્ષે સ્ટિકથી પ્રગટી હતી
 • 20 ટન ગોબર સ્ટીકનું વિતરણ કરાયું છે.
 • 80 ટન ગોબરમાંથી સ્ટિક બનાવાઈ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો