અનોખો અભિગમ:રંગબેરંગી કાગળના 108 ટુકડાથી 3ડી પેપર એન્જિનિયરિંગ આર્ટ બનાવ્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગણપતિ-મહાવીર સ્વામીનું ઇકોફ્રેન્ડલી આર્ટ બનાવ્યું - Divya Bhaskar
ગણપતિ-મહાવીર સ્વામીનું ઇકોફ્રેન્ડલી આર્ટ બનાવ્યું
  • વર્લ્ડ ગિનેશ બુકમાં સ્થાન મેળવનાર ઇનોવેટિવ શિક્ષણવિદ્દનો અનોખો અભિગમ
  • માત્ર ચાર કલાકમાં ગણપતિ, મહાવીર સ્વામી સહિત અનેક મોડેલ્સ તૈયાર કર્યા

વિદેશી રમતો, રમકડાંઓને ટક્કર મારતા શૈક્ષણિક રમકડાંઓ, રમતો, મોડ્યુલ્સ, વર્કશીટસ તૈયાર કરી ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબ કરાવી બાળકોને પ્રયોગિક શિક્ષણ આપતા ઇનોવેટિવ શિક્ષણવિદ્દ નિકુંજ વાગડિયાએ બાળ કેળવણીનો અનોખો અભિગમ અપનાવી વિશ્વનું પ્રથમ 3ડી પેપર એન્જિનિયરિંગ આર્ટ બનાવ્યું છે.

અગાઉ સુક્ષ્મ પુસ્તકો, તલના એક જ દાણા પર એબીસીડીના 26 અક્ષર લખી ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર નિકુંજભાઇએ પેપર એન્જિનિયરિંગ આર્ટ થકી કાગળના રંગબેરંગી 108 ટુકડાઓને અદભુત રીતે સંયોજિત કરી ગણપતિ તેમજ મહાવીર સ્વામીનું 3ડી અને ઇકો ફ્રેન્ડલી આર્ટ બનાવ્યું છે. તેમને આવું એક આર્ટ બનાવતા ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે. આ પ્રકારની 3ડી કલાકૃતિ વિશ્વમાં ક્યાંય જોવા મળતી નથી. નિકુંજભાઇએ આ પ્રકારના અનેક 3ડી મોડેલ્સ બનાવ્યા છે. તેમની આવી અનોખી સિદ્ધિથી કેન્દ્રના શિક્ષણ વિભાગે પણ નોંધ લઇ તેમના વિવિધ આવિષ્કારને બિરદાવી છે.

આપણી સંસ્કૃતિ અને વારસાનો બાળકોને પરિચય કરાવવા પેપર એન્જિનિયરિંગ આર્ટના આવિષ્કારનું નિર્માણ કર્યું છે. તેમજ બાળકોને સ્વયં નવું જ્ઞાન મેળવી શકે તેવો જ ઉદેશ હોવાથી 6થી 17 વર્ષના બાળકોને 3ડી પ્રોજેક્ટ અને મોડેલ તૈયાર કરવાનું શીખવાડે છે. જેથી બાળકોમાં નવી સર્જનશક્તિ બહાર આવે અને આજના આધુનિક યુગમાં પોતાનું યોગદાન આપી શકે.

34X47 મી.મી.ની રામાયણ અયોધ્યા મોકલી
નિકુંજભાઇએ 20 વર્ષ પહેલા 34X47 મી.મી.ની પાંચ ભાગની રામાયણની રેશમમાં બાઇન્ડિંગ કરેલી સૂક્ષ્મ પુસ્તિકા બનાવી હતી. પુસ્તિકા બનાવતી વેળાએ સંકલ્પ કર્યો હતો કે, રામમંદિરનું નિર્માણ થાય ત્યારે આ પાંચ ભાગની સૂક્ષ્મ રામાયણ પુસ્તિકા રામમંદિર ટ્રસ્ટને ભેટમાં આપવાનો નિર્ધાર કર્યો હતો. જે નિર્ધાર પૂરો થતા પાંચ ભાગની સૂક્ષ્મ રામાયણ પુસ્તિકા અયોધ્યા જઇ ભેટમાં આપી છે. નિકુંજભાઇએ 1 થી 1.5 મી.મી. સુધીની કુલ 258 સૂક્ષ્મ પુસ્તિકા બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...