રિયાલિટી ચેક:રાજકોટના પોશ વિસ્તારમાં વૈભવી મેયર બંગલો, પણ મેયર બનીને રહેવા ગયેલાની કારકિર્દી હાંસિયામાં, પાર્ટી કાર્યાલય તરીકે ઉપયોગ

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • પાટીલ કે મંત્રીઓ આવે ત્યારે નાની-મોટી બેઠકો આ બંગલે કરવામાં આવે છે

રાજકોટના હાર્દ સમા અને પોશ વિસ્તાર રેસકોર્સ રિંગ રોડ પર આવેલા આલીશાન મેયર બંગલોમાં રાજકોટના મેયર રહેવા જવાનું ટાળે છે, કારણ કે રાજકોટમાં શહેરના પ્રથમ નાગરિક તરીકે જેમની નિયુક્તિ થાય તેમને સહપરિવાર રહેવા જતાં તેમની રાજકીય કારકિર્દી હાંસિયામાં ધકેલાઈ જાય છે. શહેરમાં આ બંગલો શ્રાપિત તરીકે વગોવાયેલો છે. રાજકોટમાં આ બંગલાનો ભાજપ કાર્યાલય તરીકે જ ઉપયોગમાં લેવાય છે. રાજકીય જમાવડા, જમણવાર અને મીટિંગો માટે આ બંગલો જાણીતો છે. નરેન્દ્ર મોદી પણ આ બંગલામાં યોજાયેલા એક જમણવારમાં હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હોય કે મંત્રીઓ, આ બંગલામાં જ મીટિંગો યોજે છે.

અન્ય સમાચારો પણ છે...