તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:લક્ઝરિયસ કારે મહિલા સ્કૂટી ચાલકને ઉડાવી

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાગનાથ પ્લોટમાં સાંજે બનેલો બનાવ

શહેરના રાજમાર્ગોની સાથે વિસ્તારની શેરી-ગલીઓમાં પણ અકસ્માતના બનાવો રોજિંદા બની ગયા છે. આવા જ એક વધુ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં ગુરુવારે ફરતો થતા પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માતનો બનાવ જાગનાથ પ્લોટ 4-5માં ગુરુવારે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં એક લક્ઝરિયસ કાર ક્રોસ રોડ પરથી પસાર થઇ રહેલા સ્કૂટીને ઠોકરે ચડાવે છે.

જેને કારણે સ્કૂટી સવાર મહિલાચાલક અકસ્માત બાદ કારની બોનેટ પર પટકાઇ છે અને મહિલા સાથે કાર થોડે દૂર સુધી ગયા બાદ મહિલા રોડ પર પટકાઇ છે. કાર ચલાવનાર પણ મહિલા જ હોવાનું સીસીટીવીમા જોવા મળ્યું છે. અકસ્માતમાં ખ્યાતિબેન નામની મહિલાને ઇજા થઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જોકે, બનાવની હજુ સુધી ફરિયાદ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો