પારકા પૈસે જાહોજહાલી:રાજકોટમાં ક્રિપ્ટો કરન્સી બહાર પાડવાની લાલચ આપી રોકાણકારોના પૈસા ઓળવનાર ચીટર ગેંગે ઉદયપુરની હોટેલમાં જાજરમાન લોન્ચિંગ કાર્યક્રમ યોજ્યો હતો

રાજકોટએક મહિનો પહેલા
સુરતની ચીટર ગેંગે ઉદયપુરની હોટલમાં જાજારમાન લોન્ચિંગ કાર્યક્રમ યોજ્યો હતો.
  • વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર, પોરબંદર અને પૂણેના રોકાણકારો આ ગેંગની જાળમાં ફસાયા
  • સુરતની ચાર શખસની ગેંગમાંથી બે આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ છે

સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલી, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તા સામે ઓનલાઈન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી પોતાની ક્રિપ્ટો કરન્સી બહાર પાડવાની વાતો કરી ઓનલાઇન સ્માર્ટ કોન્ટ્રાક્ટથી રોકાણ કરાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ઓળવી ગયાની ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ છે. ફરિયાદના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલ અને કિરણ પંચાસરાની ધરપકડ કરી હતી. બે દિવસ પહેલા બંનેના 12 દિવસના રિમાન્ડ કોર્ટ મંજૂર કર્યાહતા. ચીટર ગેંગે ટ્રોન લિંક પ્રોમાં સ્માર્ટ કોન્ટ્રાક્ટ બનાવ્યા બાદ રોકાણકારોને તે સ્માર્ટ કોન્ટ્રાક્ટના આધારે ટ્રોનમાં રોકાણ કરવા જણાવ્યું હતું અને રોકાણ કરવાથી 150 દિવસ સુધી બે ટકા વળતર રોજ મળશે તેવી લોભામણી સ્કીમ આપી હતી. આથી હજારો લોકોએ અલગ અલગ સમયે અલગ અલગ રકમનું રોકાણ કર્યું હતું. ચીટર ગેંગે થોડા દિવસો આ વોલેટમાં રકમ જમા કરનારને રોજેરોજ બે ટકા વળતરરૂપે ટ્રોન જમા કર્યા હતા. બાદમાં ચીટર ગેંગે પોતે પોતાના મેગાટ્રોન બહાર પાડવાના હોવાનું જણાવી તે મેગાટ્રોન લોન્ચિંગનો ઉદયપુરમાં ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો.

રોકાણકારોને ટ્રોન અને મેગાટ્રોન કિંમત સરખી જ હશે તેવો વિશ્વાસ આપ્યો હતો
ચીટર ગેંગ દ્વારા રોકાણકારોને ટ્રોન અને મેગાટ્રોન કિંમત સરખી જ હશે, તેવો વિશ્વાસ અપાવી મેગાટ્રોનમાં તેમના ટ્રોન ટ્રાન્ફર કર્યા હતા અને તેના વળતરરૂપે 50 ટકા ટ્રોન અને 50 ટકા મેગાટ્રોન આપવાનું કહી તમામ રોકાણકારોના ટ્રોન ઓનલાઈન મેગાટ્રોનમાં ફેરવ્યા હતા. પરંતુ પછી ચીટર ગેંગ દ્વારા બનાવેલા બનાવટી મેગાટ્રોનની કિંમત રૂ. 00,001 થઈ જતાં તમામ રોકાણકારોની રકમ ડૂબી ગઈ હતી.
આ રકમ ભરનારને દુબઈની આલિશાન હોટેલ પામ એટલાન્ટીસમાં અલગ-અલગ સુવિધા ઉપરાંત આઈફોન ગોલ્ડ ભેટ, બ્લેઝર, સૂઝ, ઘડિયાળ સહિતની બ્રાન્ડેડ વસ્તુઓ ભેટમાં અપાશે એવું પણ જણાવાયુ હતું. ચીટર ગેંગની આ લોભામણી ટૂર અને ગિફ્ટ પેકેજથી આકર્ષાય રોકાણકારોએ પૈસા પણ ભરી દીધા હતા. રોકાણકારોએ પૈસા ભર્યા બાદ સુરતની ચીટર ગેંગે ઠેંગો બતાવી અને રોકાણકારોન રાતે પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

ચીટર ગેંગે રાકોણકારો સાથે મેગાટ્રોન લોન્ચિંગ કાર્યક્રમ ઉદયપુરની હોટલમાં યોજ્યો હતો.
ચીટર ગેંગે રાકોણકારો સાથે મેગાટ્રોન લોન્ચિંગ કાર્યક્રમ ઉદયપુરની હોટલમાં યોજ્યો હતો.

રોકાણકારોને દુબઈમાં 2021માં એક સમીટનું આયોજન કરવાનું કહેવાયું હતું
સુરતના ચાર લોકોની ચીટર ગેંગ દ્વારા માત્ર મેગાટોન જ નહીં પરંતુ બીજા કેટલાંક કિમીયાઓ કરી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા છે. આ ચીટર ગેંગના સભ્યોનું કૌભાંડોનું લિસ્ટ લાબું છે. સુરતની ચીટર ગેંગ દ્વારા રોકાણકારોને દુબઈમાં વર્ષ 2021માં એક સમીટનું આયોજન કરવાનું કહેવાયું હતું. સુરતની ચીટર ગેંગે ક્રિપ્ટો કરન્સી મેગાટ્રોનના નામે રોકાણકારોને ફસાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાના મામલામાં રાજકોટમાંથી એકાદ કરોડનો કૌભાંડ કરનાર ચીટર ગેંગનો જામનગરના રોકાણકારો પણ ભોગ બન્યા છે. જામનગરના છ લોકો રાજકોટ પોલીસ પાસે દોડી આવ્યા હતા અને પોતાની કથની વર્ણવી હતી. આરોપીઓએ ગુજરાતના મુખ્ય શહેરો ઉપરાંત પુણેના લોકોને પણ ફસાવ્યા હતા. ચીટર ગેંગ ગુજરાતના બરોડા, અમદાવાદ, રાજકોટ, જામનગર અને પોરબંદરના તથા પૂણેના રોકાણકારોને પોતાની જાળમાં ફસાવ્યા હતા.

સુરતની ચીટર ગેંગના ચાર શખસમાંથી બેની ધરપકડ.
સુરતની ચીટર ગેંગના ચાર શખસમાંથી બેની ધરપકડ.

ચીટર ગેંગે 348 લોકોને પ્રાઈવેટ પ્લેનમાં દુબઈ લઈ જવાનું કહ્યું હતું
આ ટોપ લીડર્સ સમીટમાં કુલ 348 લોકોને પ્રાઈવેટ પ્લેનમાં દુબઈ લઈ જવામાં આવશે એવું જણાવાયું હતું. જેમાં ફર્સ્ટ ક્લાસની 8, બિઝનેસ ક્લાસની 40 અને ઈકોનોમી ક્લાસની 300 સીટ રાખવામાં આવી હતી. 300 સીટમાં બુકિંગ કરાવવા પર સીટ 50 હજાર ડોલર, 40 સીટમાં બુકિંગ કરાવવા પર સીટ 2.5 લાખ ડોલર અને અને 8 સીટમાં બુકિંગ કરાવવા પર સીટ 10 લાખ ડોલર ભરવાનું રોકાણકારોને કહેવાયું હતું.

ઉદયપુરની હોટલમાં ચીટર ગેંગે આયોજન કર્યું હતું.
ઉદયપુરની હોટલમાં ચીટર ગેંગે આયોજન કર્યું હતું.

એક વ્યક્તિને મર્સિડીઝની ચાવી આપી અનેક લોકોને છેતર્યા
ઉદયપુરની હોટેલમાં મેગાટ્રોન ક્રિપ્ટો કરન્સી લોન્ચ નામે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રોકાણકારોને બોલાવવામાં આવ્યા હતા. ચારેય ચીટરોએ રોકાણકારોને કહ્યું હતું કે, જે લોકો 10 દિવસમાં કરોડનું રોકાણ કરશે તેને મર્સિડીઝ બેન્ઝ કાર આપવામાં આવશે. આવી જાહેરાત કર્યા બાદ એક અજાણી વ્યક્તિને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો હતો અને તેને મર્સિડીઝ કારની ચાવી આપવામાં આવી હતી, ખરેખર કોઈ રોકાણકારને આપવામાં આવી હતી કે રોકાણકારોને છેતરવા નાટક કર્યું હતું.