સરકારી આંક:જિલ્લામાં 7608 પશુને લમ્પીની અસર, 307નાં મોત

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાંથી મૃતદેહો ટ્રકમાં ભરી દાટ્યા છતાં ચોપડે ચિત્ર જુદું
  • રાજકોટ જિલ્લામાં 3.77 લાખ ગૌવંશની સામે 3,56,717ને વેક્સિન અપાઈ

રાજકોટમાં બે મહિના પહેલા લમ્પીને કારણે પશુપાલકોમાં ચિંતા પ્રસરી હતી અચાનક મૃતાંક વધ્યો હતો અને સ્થિતિ એટલી વકરી હતી કે ગૌ શાળાઓમાં મૃતદેહો પડ્યા રહેતા હતા. મનપાના કોલ સેન્ટરમાં 24 કલાકના વેઈટિંગ હતા આમ છતાં સરકારી ચોપડે તો સબ સલામતનો જ દાવો કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં ફક્ત 307ના જ મોત નોંધાયા છે.

જિલ્લા પશુપાલન વિભાગે જાહેર કર્યા મુજબ ગત સપ્તાહની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં લમ્પીથી 7108 પશુ અસરગ્રસ્ત થયા છે જે પૈકી 132 એક્ટિવ કેસ એટલે કે હજુ પણ લમ્પીગ્રસ્ત છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 307 મોત થયા છે જેમાં સૌથી વધુ જામકંડોરણામાં 67 મોત નોંધાયા છે. આ સમગ્ર રોગને કારણે રાજકોટ જિલ્લાના 432 ગામ અસરગ્રસ્ત બન્યા છે અને સૌથી વધુ પડધરી તાલુકાના ગામો હોવાનું જણાવ્યું છે. પશુ ગણતરી મુજબ રાજકોટ જિલ્લામાં 3.77 લાખ ગૌવંશ છે જેની સામે 356717ને રસી અપાઈ છે.

રાજકોટમાં લમ્પીની તાલુકા મુજબ અસર
તાલુકોકેટલા ગામઅસરગ્રસ્ત પશુમરણરસીકરણ
જસદણ486861565068
વીંછિયા38754958300
રાજકોટ396971368751
પડધરી548131918098
કોટડાસાંગાણી427726623856
લોધિકા365403013737
જેતપુર23866022762
ધોરાજી293272210230
ઉપલેટા28807114444
જામકંડોરણા426226716481
ગોંડલ537246544990
કુલ4327608307356717
અન્ય સમાચારો પણ છે...