લમ્પી સ્કિન ડિસીઝ:સૌરાષ્ટ્રમાં L.S.D.થી 76 પશુનાં મોત: 29,011 પશુમાં વેક્સિનેશન!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેટરનિટી તબીબોની ટુકડીઓ દ્વારા ડોર ટુ ડોર પશુઓનો સરવે-વેક્સિનેશન શરૂ કરાયું

સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાં પશુગણમાં જે રોગનો જેટ ગતિએ ઉપદ્રવ વધી રહ્યો છે તે લમ્પી સ્કિન ડિસીઝ (એલ.એસ.ડી) ચામડીની બીમારીનો જ એક પ્રકાર છે, જે ખાસ કરીને મચ્છર કરડવાથી થાય છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં એલ.એસ.ડી.ને કારણે સત્તાવાર 76 પશુનાં મોત નીપજ્યા છે, તો પશુપાલન વિભાગ દ્વારા આ રોગના ઉપદ્રવ સામે અત્યાર સુધીમાં 29,011 પશુમાં વેક્સિનેશન કરાયું છે.

હાલ વિવિધ જિલ્લામાં પશુમાં લમ્પી ડિસીઝના વધી રહેલા ઉપદ્રવ વચ્ચે પશુગણની વિશેષ તબીબી માવજત માટે વેટરનિટી તબીબોની ટુકડીઓ બનાવી ડોર ટુ ડોર સરવે કરી વેક્સિનેશન તથા એન્ટિબાયોટિક દવાઓનું વિતરણ કરવા સહિતનો એક્શન પ્લાન પણ ઘડાયો હોવાનો દાવો પશુપાલન વિભાગના અધિરાપીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના ઇન્ચાર્જ સંયુક્ત પશુપાલન નિયામક ડો.ખાનપરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં લમ્પીને કારણે અમારા ચોપડા મુજબ સત્તાવાર રીતે સૌરાષ્ટ્ર-કચ્છમાં 89 જેટલા પશુનાં મોત નીપજ્યા છે, જેની નોંધ કરવામાં આવી છે.

પશુઓમાં રોગનો ઉપદ્રવ ન ફેલાઇ તે માટે તંત્ર દ્વારા વિશેષ પગલાં ભરવામાં આવી રહ્યા છે. સૌથી વધુ ગાયોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લામાં મોટી સંખ્યામાં ગાયમાં આ બીમારીનું પ્રમાણ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીમાં 93,766 પશુમાં વેક્સિનેશન થઇ ગયું છે, દરમિયાન હજુ 60,000થી વધુ ડોઝનો જથ્થો હાથ પર હોઇ, જરૂર પડે તો વધુ ડોઝ મગાવવાની દિશામાં પ્રયત્નો હાથ ધરાશે તેવો નિર્દેશ પણ અપાયો હતો.

સરકારી ચોપડે પશુઓનાં મોતનું સરવૈયું

જિલ્લોમૃત્યુવેક્સિનેશન

જામનગર

1213,400

સુરેન્દ્રનગર

361,711

પોરબંદર

284,650
મોરબી---4,050

રાજકોટ

---5,200
કુલ7629,011

​​​​​​​પશુપાલન વિભાગનો એક્શન પ્લાન

પશુપાલન વિભાગ દ્વારા લમ્પી સ્કિન ડિસીઝ સામે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. સુરેન્દ્રનગરના કોંઢ ગામે 30થી વધુ ગાયના આ રોગને કારણે સત્તાવાર મૃત્યુની નોંધ બાદ તંત્રએ પંદર ટુકડી બનાવી ઝાલાવાડના પાંચ હજારથી વધુ પશુઓમાં ડોર ટુ ડોર ચકાસણી-સારવાર-વેક્સિનેશન શરૂ કર્યું છે. આવી જ રીતે રાજકોટ જિલ્લાના પડધરી પંથકના થોરિયાળી ગામે તેમજ પોરબંદર, મોરબી સહિતના જિલ્લાઓમાં પશુગણમાં વેક્સિનેશન હાથ ધરાયું છે.

ગાયને ફોડલા, શરીરનું ટેમ્પરેચર 107 થઇ જાય !
લમ્પી સ્કિન ડિસીઝ થાય ત્યારે ગાયના શરીર પર ફોડલા થઇ જતા હોય છે, તો તાસીર મુજબ શરીરનું ટેમ્પરેચર 107 સુધી પહોંચી જતું હોય છે. જે ગાય સહિતના પશુની દરકાર લેવામાં આવતી હોય તેવા કિસ્સામાં એન્ટિબાયોટિક સહિતની દવાઓને કારણે ઝડપી રિકવરી પણ આવી શકે છે, દરમિયાન રખડતા ભટકતા પશુઓને આ રોગ વચ્ચે બેક્ટેરિયા સહિતના ઇન્ફેક્શનો લાગવાની દહેશત વધુ પ્રમાણમાં રહેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...