મતદાન:2017માં ઓછું મતદાન કોંગ્રેસને, હવે ભાજપને ફળ્યું

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલા,ગઢડામાં ઓછું મતદાન પણ કોંગ્રેસે બન્ને બેઠક ગુમાવી દીધી

વિધાનસભાની ચૂંટણીમાં નિરસ મતદાનને કારણે ચૂંટણી તંત્ર ચિંતામાં મુકાયું હતું. જ્યારે બીજી તરફ રાજકીય પંડિતો ઓછું મતદાન કોને ફળે તે માટે ગોથે ચડ્યા હતા કારણ કે 2012માં ઓછા મતદાન વાળી 4 બેઠકમાં 2 ભાજપ અને 2 કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 2022માં 58 ટકાથી ઓછું મતદાન થયું હોય તેવી બેઠકોની સંખ્યા 9 થઇ હતી. આ સંખ્યા હાર-જીત જ નહિ સરકાર બનાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ગણાય તેવા તર્ક થયા હતા.

જોકે પરિણામમાં આ 9માંથી 7માં ભાજપ જ્યારે એક આમ આદમી પાર્ટીએ જીતી છે. બાકીની એક બેઠક કુતિયાણા હતી અને તેમાં ગત વખતે એનસીપી અને આ વખતે એસપીમાંથી લડેલા કાંધલ જાડેજાએ પોતાની બેઠક યથાવત્ રાખી છે. કોંગ્રેસને ઓછા મતદાન વાળી એક પણ બેઠક મળી નથી તેનાથી ઊલટું રાજકોટમાં સૌથી ઓછું મતદાન 69 પશ્ચિમમાં થયું હતું જ્યાં સૌરાષ્ટ્રની સૌથી વધુ લીડ ભાજપે મેળવી છે.

2022માં ઓછા મતદાનવાળી બેઠકના પરિણામ

બેઠકમતદાનજીત
ગાંધીધામ47.86ભાજપ
વઢવાણ57.62ભાજપ
રાજકોટ પશ્ચિમ57.12ભાજપ
કુતિયાણા56.58સપા
જૂનાગઢ55.82ભાજપ
વિસાવદર56.1આપ
ધારી52.83ભાજપ
સાવરકુંડલા54.19ભાજપ
ગઢડા51.04ભાજપ
અન્ય સમાચારો પણ છે...