તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન વિભાગ દ્વારા આગાહી:અરબી સમુદ્ર પર સર્જાયેલું લો-પ્રેશર સપ્તાહમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે, દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દક્ષિણ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ પર હાલ લો પ્રેશર સર્જાયું છે અને તેજ જગ્યા પર ડિપ્રેશન પણ જોવા મળ્યું છે. આ તકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે કે, આગામી 18 તારીખે રાજ્યના સમુદ્ર કિનારે પહોંચશે. સાથો-સાથ 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. ત્યારે સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વાતાવરણમાં પણ બદલાવ જોવા મળ્યો હતો. આ તકે ગુરુવારના રોજ શહેરનું મહત્તમ તાપમાન યથાવત્ 40 ડિગ્રીને પાર જોવા મળ્યું હતું અને 40.7 ડિગ્રી નોંધાયું હતું. સતત બદલાવના પગલે 18 તારીખ સુધી હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળશે.

બીજી તરફ શહેરનું ન્યુનતમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું અને હવામાં ભેજનું પ્રમાણ પણ સતત વધ-ઘટ થઇ રહ્યું છે અને સવારના સમયે 67 ટકા અને સાંજના 26 ટકા ભેજનું પ્રમાણ હવામાં જોવા મળ્યું હતું. ત્યારે હવાની ગતિમાં પણ બદલાવ આવ્યો હતો અને સવારના 20 કિલોમીટર પ્રતિકલાક અને સાંજના 18 કિલોમીટર પ્રતિકલાક નોંધાયું હતું, સાથો-સાથ લોકોને આખો દિવસ બફારો પણ થતો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવેલી છે, તેને જોતા આગામી 2 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેર નહિ પડે જેથી મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાઈ શકે છે, પરંતુ સાંજના સમયે ઠંડા પવનની પણ અનુભૂતિ લોકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ બપોરના સમયે ગરમીની અનુભૂતિ પણ લોકો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...