ભાસ્કર એક્સક્લૂઝિવ:ઉચ્ચ શિક્ષણનું નીચુ સ્તર, ગુજરાતની 43 યુનિવર્સિટી અને 2581 કોલેજ NAACમાં 'ઢ’

રાજકોટ5 દિવસ પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • નેકની માન્યતા માટે શિક્ષણની ગુણવત્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, રિસર્ચ સહિતની સુવિધા હોવી જોઈએ, જે એકેયમાં નથી
  • રાજ્યમાં સમ ખાવા પૂરતી માત્ર 22 યુનિવર્સિટી અને 219 કોલેજે NAACની માન્યતા લીધી છે, એમાંથી 14 યુનિવર્સિટીને જ A ગ્રેડનું સર્ટિફિકેટ મળ્યું છે

ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટી અને કોલેજોએ NAAC (નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ)નો ગ્રેડ મેળવ્યો નથી. રાજ્યમાં કુલ 65 જેટલી યુનિવર્સિટીમાંથી માત્ર 22 યુનિવર્સિટી અને કુલ અંદાજિત 2800થી વધુ કોલેજોમાંથી માત્ર 219 કોલેજ પાસે જ નેક ગ્રેડ છે. રાજ્યની માત્ર 35% યુનિવર્સિટી અને 8% કોલેજે જ નેક એક્રેડિટેશન લીધું છે. 43 યુનિવર્સિટી અને 2581 કોલેજ નેકમાં ‘ઢ’ સાબિત થઈ છે. NAAC દર પાંચ વર્ષે શિક્ષણની ગુણવત્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લેસમેન્ટ, રિસર્ચ સહિતની બાબતોનું ઇન્સ્પેક્શન કરે છે. 2012થી હાયર એજ્યુકેશનમાં નેકની માન્યતા લેવી ફરજિયાત કરાયું છે.

ગુજરાતમાં A++ યુનિવર્સિટી માત્ર એક, A+ યુનિવર્સિટી બે જ છે

યુનિવર્સિટીગ્રેડ

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર

B++

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, આણંદ

A

ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડિયાદ

B++

ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઈટી

A

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર

A

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર

A

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર

A

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

B

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

A

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણ

A

નિરમા યુનિવર્સિટી, અમદાવાદ

A+

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર

A

આર.કે. યુનિવર્સિટી, રાજકોટ

B+

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર

A

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

B

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ

A+

સુમનદીપ વિદ્યાપીઠ, વડોદરા

A++

ટીમ લીઝ સ્કિલ યુનિવર્સિટી, વડોદરા

B

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા

A

ઉકા તરસાડિયા યુનિવર્સિટી, બારડોલી-સુરત

B+

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત

A

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર

C

7 વર્ષનું સરવૈયું: 2016માં દેશની ટોપ-100માં ગુજરાતની 4 યુનિ. હતી, આજે માત્ર એક જ!
રાજકોટ | છેલ્લાં 7 વર્ષમાં ગુજરાતનું હાયર એજ્યુકેશનનો સ્તર સતત નીચો આવ્યો છે. વર્ષ 2016માં ગુજરાતની 4 યુનિવર્સિટી NIRFના રેન્કિંગમાં દેશની ટોપ-100 યુનિવર્સિટીમાં સામેલ હતી પરંતુ તાજેતરમાં વર્ષ 2022નું જે રેન્કિંગ જાહેર કરાયું છે તેમાં રાજ્યની એકમાત્ર ગુજરાત યુનિવર્સિટી 58મા ક્રમે રહી છે. આમ 2016માં રાજ્યની 4 યુનિવર્સિટી દેશની ટોપ-100 યુનિવર્સિટીમાં સામેલ હતી એ આજે માત્ર એક જ છે.

22 સરકારી, 32 ખાનગી યુનિવર્સિટી

યુનિવર્સિટીસંખ્યા
સરકારી યુનિવર્સિટી18

સેન્ટ્રલ ગવર્નમેન્ટ યુનિવર્સિટી

3

સરકારી કૃષિ યુનિવર્સિટી

4
ખાનગી યુનિવર્સિટી32

ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ

6
ગ્રાન્ટેડ યુનિવર્સિટી2
અન્ય સમાચારો પણ છે...