તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારીથી રાહત:રાજકોટમાં કોરોના અને મ્યુકોરમાઇકોસિસના વળતા પાણી, દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો,સિવિલમાં કોરોનાના માત્ર 4 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
સિવિલની ફાઈલ તસ્વીર
  • દેશમાં મ્યુકોરમાઇકોસિસના સૌથી વધુ 800 ઓપરેશનનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો

કોરોના પછી હવે રાજકોટમાં ભયાનક મહામારી મ્યુકોરમાઇકોસિસના કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજ એક કે બે કેસ આવી રહ્યા છે, અને માત્ર 2 દર્દીના ઓપરેશન ફિટનેસના કારણે પેન્ડિંગ જોવા મળી રહ્યા છે. અત્યારસુધી સિવિલ હોસ્પિટલમાં 800 દર્દીઓના ઓપરેશન કરીને દેશમાં મ્યુકોરના સૌથી વધુ ઓપરેશનનો નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

સમરસમાં 90 દર્દીઓ ઓબ્ઝર્વેશન હેઠળ
રાજકોટ સિવિલ હોસ્પિટલના આધારભૂત સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન બાદ ઓબ્ઝર્વેશન અંતર્ગત 90 દર્દીઓ સમરસમાં અને 92 દર્દીને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે જે તમામને આગામી 10થી 15 દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી શકયતા જોવામાં આવી રહી છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ધન્વંતરી રથથી ટેસ્ટીંગની સુવિધા
બીજી તરફ કોરોના દર્દીઓની વાત કરવામાં આવે તો સિવિલમાં કોરોનાના માત્ર 4 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે અને ગત એક સપ્તાહમાં માત્ર 2 દર્દીઓ ઓક્સીજનની કમી વર્તાતા દાખલ થયા હતા. જ્યારે શહેરની અન્ય હોસ્પિટલોમાં હાલ 80 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. મનપા દ્વારા જાહેર કરવામાં આવેલ કેસ મુજબ ગઇકાલે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 6 કેસ નોંધાયા હતા. આ સાથે બધા ટેસ્ટીંગ બુથ બંધ કરાયા છે પરંતુ, ધન્વંતરી રથથી ટેસ્ટીંગની સુવિધા ચાલુ રાખવામાં આવી છે.

સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદી
સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદી

થર્ડ વેવ આવે તો હવે લોકોને બેડ કે ઓક્સીજનની તંગી નહીં વર્તાય
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, થર્ડ વેવ આવે તો હવે લોકોને બેડ કે ઓક્સીજનની તંગી નહીં વર્તાય. સિવિલમાં 840 ઓક્સીજન સાથેની બેડ ઉપરાંત નોન-કોવિડ માટેની 650 બેડમાં 75% બેડ પર ઓક્સીજનની સુવિધા ઉભી કરાઈ રહી છે, સમરસ હોસ્ટેલ આઈસીયુ સાથે હોસ્પિટલમાં ફેરવાઈ રહી છે. આ સાથે કોવિડ બેડ અને બાળકોની હોસ્પિટલમાં બેડ વધારવા અંગે ખાસ ચર્ચા કરી લેવામાં આવી છે જે અંગે પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને પીડિયાટ્રિક હોસ્પિટલમાં તાલીમ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...