તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃત્રિમ નહીં, કુદરતી:રાજકોટમાં વૃક્ષપ્રેમીએ 1 એકર જમીનમાં 3 હજાર વૃક્ષ વાવી ઓક્સિજન પાર્ક બનાવ્યો, કોરોનામુક્ત લોકો શુદ્ધ ઓક્સિજન લેવા આવે છે

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • રાજકોટને સ્માર્ટ સિટીની સાથે ગ્રીન સિટી બનાવવાનો વૃક્ષપ્રેમી ભરતભાઈનો ઉદ્દેશ

કોરોના સમયમાં ઓક્સિજનની કટોકટી લોકોને પર્યાવરણનું ખાસ્સું મહત્ત્વ સમજાવી જાય છે. વૃક્ષો વાવો અને શુદ્ધ ઓક્સિજન મેળવો એ સૂત્ર દરેક લોકો મનમાં રાખે તો હવામાં ઓક્સિજનનું પ્રમાણ પણ જળવાય રહે છે. એનાથી લોકોના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. હવે ઘરે ઘરે બધા સમજી ગયા છે ત્યારે રાજકોટના વૃક્ષપ્રેમી ભરતભાઈ સુરેજાએ એક ઓક્સિજન પાર્કનું નિર્માણ કર્યું છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળના ભાગે ઓક્સિજન પાર્કમાં ત્રણ હજાર જેટલાં વૃક્ષો વાવી દીધાં છે, જે કોરોનાના દર્દીઓ માટે અક્સીર સાબિત થઈ રહ્યાં છે. ભરતભાઇનાં માતા-પિતા સહિત મોટી સંખ્યામાં કોરોનામાંથી સાજા થયેલા લોકો અહીં શુદ્ધ ઓક્સિજન મેળવવા પહોંચી જાય છે.

2016માં ભરતભાઈએ કોર્પોરેશનના બંજર પ્લોટમાં વૃક્ષો વાવ્યા
2016માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટ કે જે બંજર હતો એમાં ભરતભાઇ અને તેની ટીમે ઓક્સિજન પાર્ક ઊભો કર્યો છે. અઢી વર્ષ પહેલાં આ પાર્કને બનાવવામાં આવ્યો છે અને આજે 1 એકરની આ જમીનમાં 3000 જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્યની સુખાકારી માટે પર્યાવરણનો બહોળો ફાળો રહેલો છે, જેને લઈને જ ભરતભાઇએ અહીં અલગ અલગ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ ઓક્સિજન પાર્કમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજકોટને સ્માર્ટ સિટીની સાથે ગ્રીન સિટી બનાવવાનો ભરતભાઇ સુરેજા અને તેની ટીમનો ઉદ્દેશ છે. રંગીલું રાજકોટ હરિયાળું બને એ માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ભરતભાઇનો રાજકોટને પ્રદૂષણમુક્ત બનાવવો વિચાર
છેલ્લાં ઘણાં વર્ષોથી ભરતભાઇ વૃક્ષારોપણનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. હાલ જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે હવે લોકો પર્યાવરણની જાળવણી કરે એનું મહત્ત્વ સમજે એ પણ ખૂબ જ અગત્યનું છે. પ્રદૂષણ રેટમાં રાજકોટ આગળ હોય છે. ત્યારે કંઈ રીતે એને પ્રદૂષણમુક્ત બનાવી ગ્રીન સિટી તરફ લઈ જવું એવો વિચાર આવ્યો હતો. ભરતભાઈએ જ ઓક્સિજન પાર્ક બનાવ્યો છે.

એક વૃક્ષ ઉછેરવાથી થતા ફાયદાનું બેનર પણ લગાવ્યું છે.
એક વૃક્ષ ઉછેરવાથી થતા ફાયદાનું બેનર પણ લગાવ્યું છે.

બંજર જમીન આજે હરિયાળી બની
બંજર જમીનને આજે ભરતભાઈએ હરિયાળી બનાવી નાખી છે. તો સાથે જ તેમની એવી પણ ઈચ્છા છે કે રાજકોટને હરિયાળું બનાવવા હજુ પણ ઘણીબધી જગ્યાએ આ રીતે ઓક્સિજન પાર્ક ઊભા કરવા છે. એને લઈને લોકોને એક શુદ્ધ, પ્રદૂષણમુક્ત અને તાજગીભર્યું વાતાવરણ પ્રદાન થાય અને સાથે લોકો પણ પર્યાવરણનું મહત્ત્વ સમજી વૃક્ષોનું વાવેતર કરે.

115 જાતિનાં 3 હજાર વૃક્ષ વાવ્યાં.
115 જાતિનાં 3 હજાર વૃક્ષ વાવ્યાં.

115 જાતિનાં 3 હજાર વૃક્ષો વાવ્યાં- ભરતભાઈ
નેચર એન્ડ એડવેન્ચર ક્લબના પ્રમુખ ભરતભાઇએ જણાવ્યું હતું કે 2016માં 115 જાતિનાં 3 હજાર વૃક્ષો અમે વાવ્યા છે. અમારો ઓક્સિજન પાર્ક બનાવવા પાછળનો હેતુ એટલો જ છે કે લોકોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે અને બીમાર પડે નહીં. રોજના ઘણાબધા લોકો આવે છે. અંદર ઔષધિય છોડ પણ વાવ્યા છે. હાર્ટ બ્લોક થઇ જાય તો એ છોડ બ્લોક ખોલી દે એવા છોડ વાવ્યા છે. કોરોનામાંથી સાજા થયેલા લોકો અહીં આવે છે તો તેમને ઘણીબધી રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...