તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેઇલ આર્ટથી ચૂંટણી પ્રચાર:રાજકોટમાં યુવતીઓનો નેઇલ પોલિશમાં કમળ, પંજો અને ઝાડુ ચિત્રી અનોખો પ્રચાર, કહ્યું પાર્ટીના સિમ્બોલ મૂકવાનો ક્રેઝ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવતીઓ જે પક્ષ સાથે જોડાયેલી હોય તેને અનુરૂપ સિમ્બોલને ચિત્રિત કરે છે. - Divya Bhaskar
યુવતીઓ જે પક્ષ સાથે જોડાયેલી હોય તેને અનુરૂપ સિમ્બોલને ચિત્રિત કરે છે.
  • યુવતીઓ પક્ષના સિમ્બોલ નેઇલ પોલિશ કરી સોશિયલ મીડિયામાં ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે.

21મી સદીમાં નેઇલ આર્ટનો ક્રેઝ યુવતીઓમાં જોવા મળી રહ્યો છે. નેઇલ આર્ટથી નખની સાથે હાથ પણ સુંદર દેખાવા લાગે છે. પહેલાં નખ પર ભાત-ભાતની ડિઝાઈન બનાવવાનો ટ્રેન્ડ હતો પરંતુ હવે એક સ્ટેપ આગળ વધીને યુવતીઓ પોતાના આઉટકટ મુજબ નેઇલને પેન્ટ કરાવવા લાગી છે, તમે જેવા કપડાં પહેર્યા હોય એ મુજબનું નેઅલ પેઇન્ટ કરવાનો ટ્રેન્ડ હાલ જોવા મળી રહ્યો છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકોટમાં ભટ્ટ’સ સ્ટુડિયોના માલિક ભકિત પોપટ યુવતીઓના નખ પર કમળ, પંજો અને ઝાડુના સિમ્બોલ ચિત્રી રહ્યાં છે.

યુવતીઓ પક્ષના સિમ્બોલ મૂકાવી સોશિયલ મિડિયામાં ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે
હાલ તો ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે પાર્ટીઓની યુવતીઓ પોતાના ઉમેદવારોને સપોર્ટ કરવા અને મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા અવનવા પ્રયોગ શરૂ કરી રહી છે. ત્યારે રાજકોટમાં ભટ્ટ’સ સ્ટુડિયો દ્વારા અનેક યુવતીઓને ચૂંટણી પ્રચાર માટે નેઇલ આર્ટ કરી રહી છે. જેમાં યુવતીઓ જે પક્ષ સાથે જોડાયેલી હોય તેનો પ્રચાર કરવા માટે તે નખમાં તેને અનુરૂપ સિમ્બોલને ચિત્રિત કરે છે.

યુવતીઓ જે પક્ષ સાથે જોડાયેલી હોય તેને અનુરૂપ સિમ્બોલને ચિત્રિત કરે છે.
યુવતીઓ જે પક્ષ સાથે જોડાયેલી હોય તેને અનુરૂપ સિમ્બોલને ચિત્રિત કરે છે.

ચૂંટણી પ્રચારમાં પાર્ટીના સિમ્બોલ મૂકવાનો ક્રેઝ - ભકિત પોપટ
યુવતીઓ પોતાની ઈચ્છા અનુસાર ભાજપ અડિખમ અને કમળનું આર્ટ, કોંગ્રેસમાં એક મોકો કોંગ્રેસને અને પંજાનું આર્ટ અને આમ આદમી પાર્ટીમાં ઝાડુનો સિમ્બોલ મૂકી વિવિધ પાર્ટીઓનો અનોખો પ્રચાર કરી રહી છે. યુવતીઓ નેઇલમાં પાર્ટીના સિમ્બોલ મૂકી આ ફોટો સોશિયલ મિડિયામાં શેર કરી લોકોમાં ઉમેદવારોનો પ્રચાર કરી મતદારોને અનોખી રીતે આકર્ષિત કરી રહી છે. આ અંગે ભકિત પોપટે જણાવ્યું હતું કે, ચૂંટણી હોવાથી અનેક યુવતીઓ પ્રચારમાં જોડાઇ છે. તેઓ પોતાની પાર્ટીના પ્રચારમાં લોકોનું ધ્યાન ખેંચવા નેઇલ આર્ટ કરવા આવી રહી છે.

યુવતીઓ પાર્ટીના પ્રચાર માટે નેઈલ આર્ટ કરે છે - ભકિત પોપટ
યુવતીઓ પાર્ટીના પ્રચાર માટે નેઈલ આર્ટ કરે છે - ભકિત પોપટ
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો