કારના હાલ બેહાલ:ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર ટપી હોટલમાં ઘૂસી, પાઇપથી દરવાજા તોડી ગોંડલ તા.પં.ના પૂર્વ સદસ્ય સહિત બેને બહાર કઢાયા, બંને ગંભીર

ગોંડલએક મહિનો પહેલા
ગમખ્વાર અકસ્માતમાં કારનો ભુક્કો થઇ ગયો.
  • ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને ગોંડલ બાદ વધુ સારવાર માટે ગોંડલ ખસેડાયા

અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ગત રાત્રિના રાજકોટથી ગોંડલ તરફ આવી રહેલા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રાજેશભાઇ જેઠાણીની કાર બેકાબૂ બની હતી. ચાલકે સ્ટિયરિંગ પરથઈ કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર ટપી હોટલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં રાજેશભાઇ અને તેના મિત્રને ગંભીર ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર ગોંડલ આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. લોકોએ કારના દરવાજા લોખંડના પાઇપથી તોડી બંનેને બહાર કાઢ્યા હતા.

લોકોએ લોખંડના પાઇપથી દરવાજા તોડી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
લોકોએ લોખંડના પાઇપથી દરવાજા તોડી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

બંને ઇજાગ્રસ્તને રાજકોટ હોસ્પિટલ ખસેડાયા
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને વાછરા ગામમાં રહેતા રાજેશભાઈ જેઠાણી અને તેના દડવા ગામે રહેતા મિત્ર જગાભાઈ ભરવાડ ગુરુવાર રાત્રિના 9 વાગ્યે રાજકોટથી ગોંડલ તરફ જીજે-3-કેપી-9002 કારમાં આવી રહ્યા હતા. ત્યારે કાર બેકાબૂ બનતા કાર ડિવાઇડર ટપી દ્વારકાધીશ હોટલમાં ઘૂસી ગઇ હતી. અકસ્માતમાં રાજેશભાઈ અને જગાભાઈ ગંભીર રીતે ઘવાતા પ્રાથમિક સારવાર ગોંડલ હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.

કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર બંનેને મહામહેનતે બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. કારની અંદર સીટ પર લોહીના ખાબોચીયા ભરાય ગયા હતો. તેમજ કારના દરવાજા પર પણ લોહીના રેગાડા જોવા મળ્યા હતા. લોકોએ લોખંડના પાઇપથી કારનો દરવાજો તોડી અંદર રહેલા બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

ડિવાઇડર ટપી કાર હોટલમાં ઘૂસી ગઇ હતી.
ડિવાઇડર ટપી કાર હોટલમાં ઘૂસી ગઇ હતી.
હોટલમાં પણ નુકસાન પહોંચ્યું.
હોટલમાં પણ નુકસાન પહોંચ્યું.

(દેવાંગ ભોજાણી/હિમાંશુ પુરોહિત)