તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાથ નગરચર્ચાએ નીકળ્યા:રાજકોટમાં અષાઢી બીજે મર્યાદિત રૂટ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી, રૂટ દરમિયાન કર્ફ્યુ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

22 દિવસ પહેલા
કોરોનાની તમામ ગાઇડલાઇન્સના પાલન સાથે રથયાત્રા નીકળી
  • રથયાત્રાના બે કિલોમીટરના રૂટ પર દુકાનો બંધ રાખી કર્ફ્યુનો અમલ કરાયો

રાજકોટમાં આજે અષાઢી બીજે શહેરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે અને ટૂંકા રૂટની રથયાત્રા નીકળી છે. ગઈકાલે કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની આંખે પટ્ટી બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આ વિધિ રથયાત્રા નીકળવાના એક દિવસ પહેલા કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે ભગવાનને આંખેથી પટ્ટી ખોલવામાં આવે છે. આજે શહેરના નાનામવા રોડ પર આવેલા કૈલાસધામ આશ્રમ ખાતે સોમવારે સવારે 7.30 કલાકે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આ મંગળા આરતીમાં રાજકોટના મહારાજા માંધાતાસિંહ, મેયર ડો. પ્રદીપ ડવ, ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી તમામ ધારાસભ્ય ગોવિદ પટેલ ,હિન્દૂ સંગઠનો, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ ભગવાનની આરતી કરી હતી.

ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન
ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન

25થી 30 સાધુ સંતો જ ને નવા વાઘા સાથે જોડવામાં આવ્યા
રથયાત્રા દરમિયાન કૈલાસધામ આશ્રમના મંદિરના મુખ્ય સ્વામી ત્યાગી મોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી જણાવે છે કે, કોરોનાને લીધે આ વખતે અયોધ્યા, સોમનાથ, અને બહેન શુભદ્રાના નાગનેશ સહીતથી 25થી 30 સાધુ સંતો જ ને નવા વાઘા સાથે જોડવામાં આવ્યા છે.રથયાત્રાના રૂટની વાત કરીએ તો નિજ ઘેલા પાટા ખોલારો મંદિરથી મોકાજી સર્કલ, રૂડા તરફ્ના રોડ પર મક્તો ધન્ય થશે. પાર્ટી પ્લોટવાળી શેરીમાંથી શાસ્ત્રીનગર ગેઇટ કે મંગળા આરતી અને ત્યાંથી મંદિરે પહોચી પૂર્ણ થશે.

ગયા વર્ષે ભગવાન જગદીશ સહિત બહેન સુભદ્રા અને મોટા ભાઈ બળભદ્રને મંદિર પરિસરમાં જ પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી.
ગયા વર્ષે ભગવાન જગદીશ સહિત બહેન સુભદ્રા અને મોટા ભાઈ બળભદ્રને મંદિર પરિસરમાં જ પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી.
કૈલાસધામ આશ્રમના મંદિરના મુખ્ય સ્વામી ત્યાગી મોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી
કૈલાસધામ આશ્રમના મંદિરના મુખ્ય સ્વામી ત્યાગી મોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી

રથયાત્રામાં નિર્ધારિત ભાવિકો જોડાયા હતા
હાલ કોરોનાને કારણે રથયાત્રાનો રૂટ મંદિર નજીક જ 2 કિ.મીમાં જ રખાયો છે. માર્યાદિત લોકોની હાજરીમાં જ ત્રણ રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. આજે મંદિરે રથયાત્રા પરત ફર્યા બાદ આખો દિવસ ભાવિકો માટે ભગવાનના દર્શન ખુલ્લા રાખવામાં આવશે. રથયાત્રાના બે કિલોમીટરના રૂટ પર દુકાનો બંધ રાખી કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો છે. આ કર્ફયુ સવારે 8થી 11 વાગ્યા સુધી અમલમાં રહેશે. રથયાત્રામાં નિર્ધારિત ભાવિકો જોડાયા હતા.

રથને ફૂલો વડે શણગારવામાં આવ્યા
રથને ફૂલો વડે શણગારવામાં આવ્યા

પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી
ઉલ્લેખનીય છે કે દર વર્ષે 19 કી.મી.ની નીકળતી રથયાત્રા આજે 2 કી.મી.માં જ પૂર્ણ થશે. રાજકોટમાં છેલ્લા 13 વર્ષથી રાજકોટના નાના મવા ગામથી ભગવાનની યાત્રા નીકળે છે.જ્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરોનાની તમામ ગાઇડલાઇન્સના પાલન સાથે રથયાત્રા નીકળી હતી.સૌથી આગળ પોલીસનાં વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રહ્યા છે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે. ગત વર્ષે ભગવાનનો રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યો હતો, પરંતુ આ વર્ષે કોરોના કેસ ઓછા હોવાથી પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે.

કોરોનાની તમામ ગાઇડલાઇન્સના પાલન સાથે રથયાત્રા નીકળી
કોરોનાની તમામ ગાઇડલાઇન્સના પાલન સાથે રથયાત્રા નીકળી