તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બીજીવાર જીએસટી નંબર મેળવવામાં લાંબુ વેઈટિંગ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અરજદારો રિટર્ન ફાઈલ કરી શકતા નથી અને પેનલ્ટીનો વધારાનો બોજ આવશે

કોરોનાની મહામારીમાં જે કોઇ વેપારી અસરગ્રસ્ત થયા છે અને તે પોતાનું રિટર્ન ફાઈલ નથી કરી શક્યા.તેમના નંબર રદ થયા છે. આવા વેપારીઓને ફરી નંબર મેળવવા માટે અરજી કરવી પડે છે. જેમને આ પ્રકારની અરજી કરી છે તેઓ પોતાનો વારો ક્યારે આવશે તેની રાહ જોઇને બેઠા છે. કારણ કે, આ પ્રકારની અરજીનો નિકાલ થતો નથી અને તેમાં લાંબું વેઈટિંગ બતાવે છે. જેને કારણે તેઓને મળતા લાભોથી વંચિત રહી જવાની ભીતિ છે અને વધારાનો બોજો આવી પડે તેવી સંભાવના છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ જે વેપારી કોરોનામાં પ્રભાવિત થયા છે તેમને લેટ રિટર્ન ફાઇલ કરવામાં લાગતી પેનલ્ટીમાં રાહત મળે તે માટે તેના માટે જીએસટી એમ્નેસ્ટી સ્કીમ અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત તેઓને લાગતી વધારાની પેનલ્ટીમાં રાહત મળે છે, પરંતુ આ યોજનાનો લાભ તો જ લઇ શકે કે જો તે પોતાનો નંબર ફરી વખત એક્ટિવ કરી શકે, પરંતુ હાલમાં આ નંબર મેળવવા માટે જે કોઇ અરજી કરે છે તો તેનો નિકાલ થવાને બદલે તે પેન્ડિંગ ફોર પ્રોસેસ બતાવે છે. જેમની અરજી પેન્ડિંગમાં બતાવે છે તેવા અરજદારો કચેરીના ધક્કા ખાય છે.

અન્ય સમાચારો પણ છે...