તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરમજનક સ્થિતિ:રાજકોટના સ્મશાનમાં અંતિમ સફરમાં પણ લાંબી કતાર, એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહ આવ્યા, લાકડાંમાં અગ્નિસંસ્કાર માટે વેઇટિંગ

રાજકોટ3 દિવસ પહેલા
બે મૃતદેહ હજુ આવી રહ્યા છે 
  • સ્મશાનમાં હવે ચિતાની જગ્યા નથી

રાજકોટમાં કોરોનાનું તાંડવ શરૂ થઈ ગયું છે, કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે તમામ હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફુલ થઈ ગયાં છે. ત્યારે આજે રાજકોટના સ્મશાનગૃહમાં અંતિમ સફરમાં પણ લાંબી કતાર લાગી છે, જ્યાં એક એમ્બ્યુલન્સમાં બે-બે મૃતદેહ આવે છે. ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં વેઇટિંગ વધતાં તંત્ર દ્વારા લાકડાંમાં અગ્નિસંસ્કાર કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી, પણ આજે ત્યાં પણ વેઇટિંગ છે.

હોસ્પિટલોમાં ડેડબોડી મૂકી રાખવામાં આવે છે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મરણઆંક વધવાથી મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે જ નહીં, પણ એને બહાર લાવવા માટે પણ વેઈટિંગ છે. ભાસ્કરની ટીમ સિવિલ કોવિડ હોસ્પિટલ પહોંચી ત્યારે હોસ્પિટલના ગેટ પાસે ટેસ્ટ થઇ રહ્યા હતા, જ્યારે હોસ્પિટલની પાછળ સેલરમાંથી મૃતદેહો કાઢીને એમ્બ્યુલન્સમાં સીધા સ્મશાનગૃહ લઈ જવાતા હતા. સ્મશાનમાં કતાર થાય નહીં એ માટે હોસ્પિટલોમાં ડેડબોડી મૂકી રાખવામાં આવે છે.

સ્મશાનગૃહ હાઉસફુલ થઈ ગયાં છે.
સ્મશાનગૃહ હાઉસફુલ થઈ ગયાં છે.

સ્મશાનમાં હવે ચિતાની જગ્યા નથી
અત્યારસુધી કોરોનાના મૃતદેહોની અંતિમવિધિ માત્ર ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં થતી, પણ તંત્ર પહોંચી ન વળતાં નાછૂટકે લાકડાં પર અંતિમસંસ્કાર શરૂ કર્યા છે. સ્મશાને ચાર ચિતા એક જ સાથે સળગી રહી હતી, એકને ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં મુખાગ્નિ અપાયો હતો, બે મૃતદેહ હજુ આવી રહ્યા છે એવી વાતો થઈ રહી હતી. સ્વજનો નિરાશા સાથે બેસીને રાહ જોઈ રહ્યાં હતાં. આવા જ સમયે સ્મશાનની ઓફિસનો ફોન રણક્યો અને કર્મચારીને વિનંતી કરી કે અહીં 4 મૃતદેહ છે, આવી સ્થિતિમાં કોઇપણ વ્યક્તિનું હૃદય પીગળી જાય, પણ સ્વયંસેવકોએ એકપણ ચિતાની જગ્યા નથી એવું ભારે હૈયે કહેવું પડ્યું.

સ્મશાનગૃહમાં આ પ્રકારે લાશના ઢગલા કેમ દેખાઈ રહ્યા છે.
સ્મશાનગૃહમાં આ પ્રકારે લાશના ઢગલા કેમ દેખાઈ રહ્યા છે.

સામાન્ય દિવસો કરતાં પાંચ ગણા વઘારે મૃતદેહો
વહીવટીતંત્ર સવારથી સાંજના કોરોના સંક્રમિત વ્યક્તિઓના અને દિવસ દરમિયાન થયેલા કોરોના સંક્રમણને કારણે મોતના આંકડા ખૂબ ઓછા બતાવીને બધાને ગેરમાર્ગે દોરતી હોય તેવું લાગે છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આંકડાનો ખેલ ખેલી રહી છે, પરંતુ સામાન્ય દિવસોમાં જે સ્મશાનગૃહમાં મૃતદેહો પહોંચતા હતા એના કરતાં પાંચ ગણા વધારે મૃતદેહો એકાએક કેવી રીતે પહોંચી રહ્યા છે, એ પણ એક મોટો વિષય છે. જો વહીવટીતંત્ર સાચા આંકડા આપણી સમક્ષ મૂકી રહ્યું છે તો સ્મશાનગૃહમાં આ પ્રકારે લાશના ઢગલા કેમ દેખાઈ રહ્યા છે; એની સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે.

પાંચ ગણા વધારે મૃતદેહો એકાએક કેવી રીતે પહોંચી રહ્યા છે.
પાંચ ગણા વધારે મૃતદેહો એકાએક કેવી રીતે પહોંચી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો