તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં જાગૃતતા તંત્રમાં ઉદાસીનતા:રાજકોટમાં બળબળતા તાપ વચ્ચે ટેસ્ટિંગ બુથ પર લોકોની લાંબી કતાર, સતત બીજા દિવસે ટેસ્ટિંગ કીટ ખાલી થઇ જતા લોકો પરેશાન

રાજકોટ17 દિવસ પહેલા
કોવિડના નવા લક્ષણોથી જનતામાં ભય વધ્યો
  • બે કલાકના સ્વયંભૂ ટેસ્ટિંગમાં 25 પોઝિટિવ કેસ સામે આવ્યા

રાજકોટમાં કોરોના કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્ફોટ થયો છે. આજે શહેરના રૈયા ચોકડી પાસે સવારથી કોરોના ટેસ્ટિંગ બૂથ પર સ્વયંભૂ ટેસ્ટિંગ માટે લોકોની ભારે ભીડજોવા મળી હતી. જેમાં રાહદારીઓ પણ ટેસ્ટ કરવા માટે જોડાયા હતા.સવારે 9 વાગ્યાથી બળબળતા તાપ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકો લાંબી લાઈન લગાવીને સ્વયંભૂ ટેસ્ટિંગ માટે આવ્યા હતા. જ્યાં 12:30 કલાકે ટેસ્ટિંગ કીટ ખાલી થઇ જતા લોકો પરેશાન થયા હતા અને તંત્રની ઉદાસનીતા જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 65 લોકોના સ્વયંભૂ ટેસ્ટિંગ દરમિયાન અધધ કહી શકાય તેમ એક સાથે 25 લોકો પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. અને આ પોઝીટવ આવેલા લોકોને હોમ આઇસોલેટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

તંત્ર દ્વાર ટેસ્ટિંગ બુથ વધારવામાં આવ્યા નથી
ઉલ્લેખનીય છે કે જ્યારે રાજકોટની જનતા કોરોનાને અટકાવવામાં માટે ટેસ્ટ કરાવવા સામે ચાલીને આગળ આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા ટેસ્ટિંગ બુથ વધારવા પર ધ્યાન દેવું આવશ્યક છે. ગત વર્ષે લોકો ગંભીર તાવ, શરદી, ખાસી સહિત હોવા છતાં ટેસ્ટિંગ સેન્ટરો જોઈને દૂર ભાગતા હતા, પરંતુ આજે સામે ચાલીને લોકો મોટી સંખ્યામાં દૈનિક કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. સાથે જ વેક્સિનેશન માટે પણ દરરોજ મોટી સંખ્યામાં લોકો શહેરના અલગ-અલગ સેન્ટરો લાઈનો લગાવી રહ્યા છે.

12:30 કલાકે ટેસ્ટિંગ કીટ ખાલી થઇ જતા લોકો પરેશાન થયા હતા
12:30 કલાકે ટેસ્ટિંગ કીટ ખાલી થઇ જતા લોકો પરેશાન થયા હતા

કોવિડના નવા લક્ષણોથી જનતામાં ભય વધ્યો
હાલમાં કોરોનાની નવી લહેર ચાલી રહી છે. ત્યારે કેટલાક દર્દીઓમાં અલગ-અલગ પ્રકારના લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. કેટલાક કેસોમાં તો કોરોનાના લક્ષણો જ દેખાતા નથી પરંતુ વ્યક્તિ પોઝિટિવ હોય છે, ત્યારે જો એ વ્યક્તિ અન્યના સંર્કપમાં આવે તો અન્ય વ્યક્તિઓ માટે જોખમ ઉભૂ થઈ શકે છે. આ પ્રકારના કિસ્સાઓથી લોકો હવે વધુ ભયભીત થયા છે. આને મોટા પ્રમાણમાં કોવિડ ટેસ્ટ તેમજ વેક્સિનેશન કરાવી રહ્યા છે. આવા સમયે મનપા દ્વારા રાજકોટમાં વધતા કેસ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે.

તંત્ર દ્વાર ટેસ્ટિંગ બુથ વધારવામાં આવ્યા નથી
તંત્ર દ્વાર ટેસ્ટિંગ બુથ વધારવામાં આવ્યા નથી
રાજકોટમાં વધતા કેસ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે.
રાજકોટમાં વધતા કેસ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો