તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વયંભૂ ટેસ્ટિંગમાં લોકો ઉમટ્યા:રાજકોટમાં સતત ત્રીજા દિવસે ટેસ્ટિંગ બુથ પર લોકોની લાંબી કતાર, પ્રથમ એક કલાકમાં 35 પૈકી 15 પોઝિટિવ, શહેરમાં વધુ બે જગ્યાએ ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા

રાજકોટ18 દિવસ પહેલા
  • એક સેન્ટર પર 300 એન્ટિજન કીટની ફાળવણી કરવામાં આવી રહી છે - મનપાના નાયબ આરોગ્ય અધિકારી

રાજકોટમાં કોરોના કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્ફોટ થયો છે. આજે શહેરના રૈયા ચોકડી પાસે સવારથી કોરોના ટેસ્ટિંગ બૂથ પર સ્વયંભૂ ટેસ્ટિંગ માટે લોકોની ભારે ભીડજોવા મળી હતી. જેમાં રાહદારીઓ પણ ટેસ્ટ કરવા માટે જોડાયા હતા.સવારે 9 વાગ્યાથી બળબળતા તાપ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકો લાંબી લાઈન લગાવીને સ્વયંભૂ ટેસ્ટિંગ માટે આવ્યા હતા. જ્યાં પ્રથમ એક કલાકમાં 35 લોકો પૈકી 15 લોકો પોઝિટિવ આવ્યા છે.આ પોઝીટવ આવેલા લોકોને હોમ આઇસોલેટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ આ જ પ્રકારે શહેરીજનો સ્વયંભૂ ટેસ્ટિંગ માટે લાંબી કતારમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ગઈકાલે 12:30 કલાકે ટેસ્ટિંગ કીટ ખાલી થઇ જતા લોકો પરેશાન થયા હતા અને તંત્રની ઉદાસનીતા જોવા મળી હતી.જ્યાં લોકોની સ્વયંભૂ ટેસ્ટિંગની ભીડને ધ્યાને રાખીને શહેરમાં ભક્તિનગર સર્કલ અને બાલાજી હોલ પર વધુ બે ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે.

એક સેન્ટર પર 300 એન્ટિજન કીટની ફાળવણી કરવામાં આવી રહી છે - મનપાના નાયબ આરોગ્ય અધિકારી
આ અંગે રાજકોટ મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રૈયા સર્કલ અને KKV હોલ ચોક ખાતે ટેસ્ટિંગ બુથ પર દરરોજ સવારે 9 થી 5 વાગ્યા સુધી જયારે 21 આરોગ્ય કેન્દ્ર ઉપર સવારે 9 થી 7:30 વાગ્યા સુધી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જેમાં એક સેન્ટર પર 300 એન્ટિજન કીટની ફાળવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શનિ અને રવિવારના રોજ ટેસ્ટિંગ બુથ પર એન્ટિજન કીટ બપોર સુધીમાં ના સમય માં જ પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.

કોવિડના નવા લક્ષણોથી જનતામાં ભય વધ્યો
કોવિડના નવા લક્ષણોથી જનતામાં ભય વધ્યો

તંત્ર દ્વાર ટેસ્ટિંગ બુથ વધારવામાં આવ્યા નથી
ઉલ્લેખનીય છે કે જ્યારે રાજકોટની જનતા કોરોનાને અટકાવવામાં માટે ટેસ્ટ કરાવવા સામે ચાલીને આગળ આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા ટેસ્ટિંગ બુથ વધારવા પર ધ્યાન દેવું આવશ્યક છે. ગત વર્ષે લોકો ગંભીર તાવ, શરદી, ખાસી સહિત હોવા છતાં ટેસ્ટિંગ સેન્ટરો જોઈને દૂર ભાગતા હતા, પરંતુ આજે સામે ચાલીને લોકો મોટી સંખ્યામાં દૈનિક કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. સાથે જ વેક્સિનેશન માટે પણ દરરોજ મોટી સંખ્યામાં લોકો શહેરના અલગ-અલગ સેન્ટરો લાઈનો લગાવી રહ્યા છે.

કોવિડના નવા લક્ષણોથી જનતામાં ભય વધ્યો
હાલમાં કોરોનાની નવી લહેર ચાલી રહી છે. ત્યારે કેટલાક દર્દીઓમાં અલગ-અલગ પ્રકારના લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. કેટલાક કેસોમાં તો કોરોનાના લક્ષણો જ દેખાતા નથી પરંતુ વ્યક્તિ પોઝિટિવ હોય છે, ત્યારે જો એ વ્યક્તિ અન્યના સંર્કપમાં આવે તો અન્ય વ્યક્તિઓ માટે જોખમ ઉભૂ થઈ શકે છે. આ પ્રકારના કિસ્સાઓથી લોકો હવે વધુ ભયભીત થયા છે. આને મોટા પ્રમાણમાં કોવિડ ટેસ્ટ તેમજ વેક્સિનેશન કરાવી રહ્યા છે. આવા સમયે મનપા દ્વારા રાજકોટમાં વધતા કેસ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો