તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બમ્પર આવક:રાજકોટ બેડી માર્કેટ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની 4 કિમી લાંબી લાઈન, 70 હજાર ગુણીની આવક થવાનું અનુમાન

રાજકોટ6 મહિનો પહેલા
રાજકોટ બેડી યાર્ડમાં લાભપાંચમ પછી ફરી મગફળીની બમ્પર આવક, યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈન લાગી - Divya Bhaskar
રાજકોટ બેડી યાર્ડમાં લાભપાંચમ પછી ફરી મગફળીની બમ્પર આવક, યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈન લાગી
  • રાજકોટ માર્કેટ યાર્ડમાં 20 કિલો મગફળીનો ભાવ 950થી 1070 સુધી બોલાય છે

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આવતીકાલથી ફરી મગફળીની હરાજી શરૂ થશે. આથી માર્કેટ યાર્ડમાં લાભપાંચમ બાદ બીજી વખત મગફળીની મબલક આવક થઈ છે. માર્કેટ યાર્ડ બહાર 4 કિલોમીટર સુધી મગફળી ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી છે. અંદાજીત 70 હજાર બારદાનની આવક થયાનું અનુમાન છે. ટેકાના ભાવ કરતા ખુલ્લા માર્કેટમાં સારા ભાવ મળતા હોવાથી મગફળીની બમ્પર આવક થઈ છે.

બેડી યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી
બેડી યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી

ટેકાના ભાવમાં મગફળી જાય તો ડેમેજ અને ગુણવત્તા ઓછી આવતી હોવાથી રિજેક્ટ થાય છે
યાર્ડના કમિશન એજન્ટ અને વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ લાભપાંચમથી મગફળીની આવક થવા દેવામાં આવી હતી. તે મગફળીનું આજે પૂરુ વેચાણ થઈ જતા આજે નવી મગફળીની આવક કરવામાં આવી છે. અત્યારે વાહનોની લાઈન લગાડી દેવામાં આવી છે. અંદાજે 60થી 70 હજાર ગુણી મગફળીની આવક થશે. અતિવૃષ્ટિને કારણે ઘણા ખેડૂતોને મગફળીનું ઉત્પાદન ઓછુ આવ્યું છે. ટેકાના ભાવમાં મગફળી જાય તો ડેમેજ અને ગુણવત્તા ઓછી હોવાને કારણે રિજેક્ટ થવાના ભયથી ખેડૂતો ખુલ્લા માર્કેટમાં મગફળી વેચી રહ્યાં છે.

20 કિલો મગફળીના ભાવ 950થી 1070 સુધી
રાજકોટ માર્કેટ યાર્ડમાં 20 કિલો મગફળીનો ભાવ 950થી 1070 સુધી બોલાય રહ્યો છે. ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેના કરતા સારા ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યાં છે. ટેકાના ભાવે મગફળી વેચવામાં આવે તો એક કે બે મહિને ખેડૂતોને પૈસા મળે છે. જ્યારે માર્કેટ યાર્ડમાં વેપારીઓ તુરંત જ ખેડૂતોને પૈસા આપી દે છે. આથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં મગફળી વેચવાનું વધારે પસંદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો