તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ VS કોંગ્રેસ:લોધીકાની ફોફળ નદીનો બ્રિજ ભાજપ સરકારે બનાવ્યો અને કોંગ્રેસે લોકાર્પણ કર્યું, કહ્યું- દોઢ મહિનાથી બ્રિજ બની ગયો છે, ભાજપના નેતાઓ પાસે લોકાર્પણ માટે સમય નથી

રાજકોટએક મહિનો પહેલા
બ્રિજ કોંગ્રેસ પક્ષ દ્વારા લોકાર્પણ કરી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો
  • ભાજપે નક્કી કરેલ તારીખનું લોકાર્પણ કેન્સલ થતાં કોંગ્રેસે કર્યું લોકાર્પણ
  • ભાજપના નેતાઓ લોકાર્પણ ન કરી શક્યા અને કોંગ્રેસ મેદાન મારી ગયું

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકા ખાતે ફોફળ નદી ઉપર 7 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જે બ્રિજ બની ગયાના દોઢ માસ જેટલો સમય થવા છતાં લોકોને અવરજવર માટે ખુલ્લો મુકવામાં ન આવતા આજે લોધીકા તાલુકા કોંગ્રેસ દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખી બ્રીજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. આ અંગે લોધીકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજા એ કહ્યું હતું કે- ભાજપના નેતાઓ પાસે લોકાર્પણ માટે સમય નથી.

લોધીકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજા
લોધીકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજા

જૂની માંગ માંડ-માંડ સંતોષવામાં આવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફોફળ નદી પર બ્રિજ બનાવી આપવાની વર્ષો જૂની માંગ માંડ-માંડ સંતોષવામાં આવી છે. તો એ બાદ લોકાર્પણ માટે ભાજપના મોટા નેતાઓને સમય ન હોવાથી લોકાર્પણ કરવામાં નથી આવી રહ્યું ત્યારે આજે આ બ્રિજ દોઢ મહિનાથી બની ગયો હોવા છતાં ખુલ્લો મુકવામાં ન આવતા સ્થાનિક લોકોને સાથે રાખી લોકોની જરૂરિયાત માટે આ બ્રિજ કોંગ્રેસ પક્ષ દ્વારા લોકાર્પણ કરી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.

બ્રિજ કોંગ્રેસ પક્ષ દ્વારા લોકાર્પણ કરી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો
બ્રિજ કોંગ્રેસ પક્ષ દ્વારા લોકાર્પણ કરી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો

સ્થાનિક લોકો બ્રીજનું લોકાર્પણ કરાયું
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકા ખાતે ફોફળ નદી ઉપર બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 7 કરોડ ના ખર્ચે કામ કરવા મંજૂરી આપવામાં આવી હતી જે બ્રીજનું કામ પૂરું થઇ ગયા બાદ લગભગ દોઢ મહિના જેટલા સમયથી લોકો માટે ખુલ્લો મુકવામાં ન આવતા આજે તાલુકા કોંગ્રેસે સ્થાનિક લોકોને સાથે રાખી બ્રીજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...