આજે જાહેર થયેલા ધો.12 સાયન્સના પરિણામમાં રાજ્યમાં સૌથી વધુ પરિણામમાં રાજકોટ જિલ્લાએ મેદાન માર્યું છે. રાજકોટ જિલ્લો 85.78 ટકા સાથે રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે. આથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં ગ્રેડવાઈઝ વિદ્યાર્થીઓની સંખ્યા
રાજકોટ જિલ્લામાં 5807 ઉમેદવારનું પરિણામ જાહેર થયું છે. જેમાં A1 ગ્રેડમાં 17, A2 ગ્રેડમાં 397, B1 ગ્રેડમાં 1034, B2 ગ્રેડમાં 1422, C1માં 1493, C2માં 1180, D ગ્રેડમાં 264 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
રાજકોટ જિલ્લાના કેન્દ્રવાઈઝ પરિણામ
કેન્દ્રનું નામ | ટકાવારી |
ધોરાજી | 92.18 |
ગોંડલ | 90.4 |
જેતપુર | 81.21 |
રાજકોટ (ઇસ્ટ) | 77.01 |
રાજકોટ વેસ્ટ | 84.92 |
જસદણ | 83.77 |
વિદ્યાર્થીઓ www.gseb.org પર પરિણામ જોઈ શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે સવારે 10.00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું (GUJCET-2022) પણ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. પાછલા બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી. જોકે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબૂમાં આવતા નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.
ગુજકેટની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ પર મુકાઈ
18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.
2021માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું
2021માં ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.