• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Locations Of Newsons Point In Rajkot Will Be Cleared And Parking Will Be Constructed, Project Will Be Started In West Zone At The Initial Stage.

નિર્ણય:રાજકોટમાં ન્યુસન્સ પોઈન્ટના સ્થળો સાફ કરી પાર્કિંગ બનાવાશે, પ્રારંભિક તબક્કે વેસ્ટ ઝોનમાં પ્રોજેક્ટ શરુ થશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સફાઇના કામોની કમિશ્નર અને કોર્પોરેટરોની હાજરીમાં મનપા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
  • બજેટ પ્રોજેકટના ટેન્ડર તૈયાર કરવા 30 એપ્રિલની મુદ્દત અપાઈ

રાજકોટ મનપા ખાતે મેયર ડો.પ્રદીપ ડવ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને કોર્પોરેટરોની હાજરીમાં વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં. 1, 8 ,9, 10, 11, 12 માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જ્યાં વેસ્ટ ઝોનમાં ન્યુસન્સ પોઈન્ટના સ્થળો સાફ કરી પાર્કિંગ બનાવવનો નિણર્ય લેવામાં આવ્યો છે.

ટેન્ડર તૈયાર કરવા 30 એપ્રિલની મુદ્દત અપાઈ
આ બેઠકમાં તમામ વોર્ડમાં જનભાગીદારી હેઠળના કામો ક્યા તબક્કે પહોંચ્યા છે તેની અધિકારીઓ પાસેથી વિગતો મેળવી આ કામો ઝડપથી આગળ ધપાવવા સૂચના આપી હતી. નાણાકીય વર્ષ 2022-23ના મનપાના બજેટમાં સમાવિષ્ટ પ્રોજેક્ટ્સના એસ્ટીમેટ તા.30/04 સુધીમાં તૈયાર કરી લેવા આયોજન કરાયું છે.

કચરો ઠાલવતા લોકો સામે RTI
આ દરેક વોર્ડમાં પૂરતા ફોર્સથી પીવાનું પાણી મળી રહે તે માટે વોર્ડ દીઠ ટીમને વાલ્વ ઓપરેટીંગની કામગીરી વ્યવસ્થિત થાય તેની દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી હતી. શહેરના કેટલાક વિસ્તારમાં કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટ ઠાલવવામાં આવતા હોવાની રજુઆતના પગલે હવે આવો કચરો ઠાલવતા લોકો સામે આર.ટી.ઓ.ની સાથે સંકલન કરીને કામગીરી હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જુદાજુદા વોર્ડમાં આવેલા મનપાની માલિકીના વિવિધ હેતુના જમીનના પ્લોટની જાળવણી માટે ફેન્સિંગ કરાવવા જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

ફૂડ કોર્ટમાં 20થી 22 સ્ટોલ બનાવવાનું આયોજન
વોર્ડ નં.-1માં અમિધારા એવન્યુ, કૈલાશધારા સોસાયટીનાં કોર્નરથી આલાપ ગ્રીન સીટી (રૈયા રોડ) સુધી 450 મી.મી. ડાયાની સ્ટોર્મ વોટર પાઇપ લાઇન નાંખવાનું કામ તથા ધરમનગર રોડ પર રાધિકા પાર્ક પાસેનો 15.00 મી. ટી.પી. રોડ તથા નાણાંવટી આવાસ યોજનાને લાગુ 15.00 મી. ટી.પી. રોડ પર રસ્તાકનાં સાઇડ સોલ્ડરમા પેવીંગ બ્લોંક નાખવાનું કામ (પાર્ટ-બી) ઝડપથી પૂર્ણ કરવા સુચના આપવામાં આવેલ હતી. શીતલ પાર્ક પાસે ફૂડકોર્ટ બનાવવા માટેના કામ એસ્ટીમેટ તબક્કે છે. આ ફૂડકોર્ટમાં 20 થી 22 સ્ટોલ બનાવવાનું આયોજન છે. વોર્ડમાં કોમ્યુનીટી હોલ બનાવવા માટેના પ્રોજેક્ટની પ્રક્રિયા સત્વરે આગળ ધપાવવા રજૂઆત કરાઈ હતી.

16 કામો ટેન્ડર પ્રક્રિયાના તબક્કે છે
વોર્ડ નં.8માં અમીન માર્ગ, પંચવટી માર્ગ, અક્ષર માર્ગ, લક્ષ્મીનગર રોડની સાઈડમાં પેવિંગ બ્લોક કોટેચા ચોકથી રાજનગર સુધીના રસ્તા પર પેવર અને સાઈડમાં પેવિંગ બ્લોક અને ડી.આઈ.પાઈપલાઈન નેટવર્કના કામ ઝડપથી હાથ ધરવા સૂચવવામાં આવ્યું હતું. જનભાગીદારીના 16 કામો ટેન્ડર પ્રક્રિયાના તબક્કે છે. આ કામો માટેની બાકીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી કામ શરૂ કરવા જણાવાયું હતું.

પેવિંગ બ્લોકના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના
વોર્ડ નં. 9માં રૈયા મુકિતધામ ખાતે નવું ઇલેકટ્રીક તથા ગેસ આધારીત સ્મ શાન માટેનું કામ તેમજ ઇન્ડી યન પાર્ક આવાસ, જનકપુરી આવાસ, નંદનવન આવાસ તથા રૈયા રોડ આવાસમાં ઇન્ટાર લોકીંગ પેવીંગ બ્લોીક લગાડવાનું કામ ઝડપથી આગળ ધપાવવા સુચના અપાઈ હતી. વોર્ડ નં.12ના પુનિતનગર 80 ફુટ રોડ, વાવડી, ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક, સત્યનારાયણ વે-બ્રીજ તરફ, ગોપાલ હોટલ, ટાટા શોરૂમ સહિતના રસ્તાના કામ સમયે પૂરા કરવા સૂચના આપી છે. વોર્ડ નં.10માં નિર્મલા રોડ પરના ફાયર બ્રિગેડના કામો, નાના મવા, આકાશવાણી રોડ, યુનિ. રોડ, એ.જી. ચોક, પુષ્કરધામ, આત્મીય કોલેજ રસ્તે પાઇપલાઇન, કમ્પાઉન્ડ વોલ, પેવિંગ બ્લોકના કામો ઝડપથી પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...