વિરોધ:ઉપલેટામાં ગામોને જોડતા રસ્તાઓની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોએ અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકો અને ખેડૂતો દ્વારા અર્ધનગ્ન થઈને વિરોધ દર્શાવવામાં આવ્યો - Divya Bhaskar
સ્થાનિકો અને ખેડૂતો દ્વારા અર્ધનગ્ન થઈને વિરોધ દર્શાવવામાં આવ્યો
  • ચોમાસા દરમિયાન મુશ્કેલી બમણી થવાની સંભાવના
  • ખરાબ રસ્તાને કારણે મેડિકલ ઈમરજન્સી સમયે વેદના વેઠવી પડે છે: સ્થાનિક

રાજકોટના ઉપલેટાના ત્રણ ગામો તેમજ ધોરાજીના ત્રણ ગામોને જોડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ હોવાને લઈને સ્થાનિકો અને ખેડૂતો દ્વારા અર્ધનગ્ન થઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ઉપલેટા તાલુકાના કલારીયા તેમજ ધોરાજીના ઝાંઝમેર અને સોળવદરને જોડતા રસ્તા બાબતે રાહદારીઓ, ખેડૂતો તેમજ અહીંયાથી પસાર થતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ખરાબ રસ્તાઓને લઈને રસ્તો પસાર કરવામાં સમય વધારે લાગે છે.

લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે
લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે

લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે
અત્યારે પણ અહીંયાથી પસાર થતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે તેમજ આવનારા દિવસોમાં જ્યારે ચોમાસુ આવશે ત્યારે આ મુશ્કેલીઓ બમણી થઈ કારણ કે ખરાબ રસ્તાઓને કારણે અત્યારે જેમ સમય વધારે વેડફાય છે. તેમ ચોમાસા દરમિયાન વરસાદ અને તેમના કારણે વધુ ખરાબ થયેલ રસ્તાઓ પરથી પસાર થતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

ખરાબ રસ્તાઓને લઈને રસ્તો પસાર કરવામાં સમય વધારે લાગે છે
ખરાબ રસ્તાઓને લઈને રસ્તો પસાર કરવામાં સમય વધારે લાગે છે

મેડિકલ ઈમરજન્સીમાં વેદના વેઠવી પડે છે: સ્થાનિક
સરકાર ગ્રામ્ય વિસ્તારોના વિકાસની વાત કરે છે પરંતુ આજે પણ ઘણા ગામના રસ્તાઓ ખરાબ હોવાથી વિકાસ પૂરતો થતો નથી અને સ્થાનિકો મુશ્કેલીઓ વેઠતા હોઈ છે જેમાં ખાસ કરીને ખેડૂતો, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને મેડિકલ ઈમરજન્સી સમયે ઊભી થતી વેદનાઓ વેઠવી પડે છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા લોકોની મુશ્કેલીઓ પર ધ્યાન આપી અને તેમની માંગ અને રજુઆત પૂર્ણ કરવી જોઈએ તેવું સ્થાનિકો માંગ કરી રહ્યા છે.