તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યકાળ:સર્ચ કમિટી પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VC-PVC બનવા 6 અધ્યાપકનું લોબિંગ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 ફેબ્રુઆરીએ ટર્મ પૂરી થશે: B ગ્રેડને કારણે રિપીટ નહીં કરવાની ચર્ચા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ અને ઉપકુલપતિનો કાર્યકાળ આગામી તારીખ 2 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થાય છે અને સામાન્ય રીતે દર વખતે ટર્મ પૂર્ણ થવાના છ માસ અગાઉ જ કુલપતિ સર્ચ કમિટીની રચના પણ થઇ જતી હોય છે જે સંભવત ઓગસ્ટમાં થશે, પરંતુ સર્ચ કમિટી બન્યા પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ બનવા યુનિવર્સિટીમાંથી જ કેટલાક સિન્ડિકેટ સભ્યો અને પ્રોફેસરોએ લોબિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ યુનિવર્સિટીને નેકના ઇન્સ્પેક્શનમાં B ગ્રેડ મળવાને કારણે અને અવારનવાર કુલપતિ-ઉપકુલપતિ વચ્ચે તકરાર થતી હોવાને કારણે બંનેને રિપીટ નહીં કરવાની પણ ચર્ચા થઇ રહી છે.

કુલપતિ-ઉપકુલપતિની ટર્મ પૂર્ણ કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ બનવા માટે યુનિવર્સિટીમાંથી જ 6થી વધુ દાવેદારો મેદાને છે. જેઓ કુલપતિ બનવા માટે સક્ષમ છે તેવા અધ્યાપકોમાં પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, પૂર્ણ ઇન્ચાર્જ કુલપતિ ડો. નિલાંબરીબેન દવે, આઈક્યુએસીના ચેરમેન અને સિન્ડિકેટ સભ્ય ડો. ગિરીશ ભીમાણી, સિન્ડિકેટ સભ્ય ડૉ. ભાવિન કોઠારી, ડૉ. ભરત રામાનુજના નામ હાલ યુનિવર્સિટી કેમ્પસ અને પાર્ટી લેવલે ચર્ચામાં છે. જોકે આખરી નામ તો રાજ્યપાલ જ નક્કી કરશે. આવતા મહિને જ સર્ચ કમિટી પણ નક્કી થશે જેના સભ્યોમાં એક સભ્ય વર્તમાન સિન્ડિકેટમાંથી, એક સભ્ય સરકાર અને એક રાજ્યપાલ નિયુક્ત કરશે. નવા કુલપતિ આરએસએસના સૂચનમાંથી અને નવા કુલપતિ પાર્ટી નક્કી કરશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...