એજ્યુકેશન:ચૂંટણી કેવી રીતે યોજાય છે તેનો શાળાઓમાં લાઈવ ડેમો યોજી વિદ્યાર્થીઓને સમજાવાશે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિકનાં બાળકો હજુ વેકેશનના મૂડમાં, 2-4 દિવસ હળવા માહોલ બાદ શિક્ષણકાર્ય શરૂ કરાશે
  • બાળકોને સ્કૂલે આવવું ગમે તે માટે સંગીત, ગ્રૂપ ડિસ્કશન, ગેમ્સ, ચિત્ર સહિતની પ્રવૃત્તિ કરાવી: વેકેશનના અનુભવો જાણ્યા
  • ખુલતા વેકેશનમાં વિદ્યાર્થીઓની હાજરી 70થી 90%

દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શહેરની તમામ શાળાઓ શરૂ થઇ ગઈ છે પરંતુ શરૂઆતના દિવસોમાં બાળકો શાળાએ આવતા થાય તે માટે મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. ખાનગી શાળાઓ 7 અને સરકારી અને ખાનગી શાળાઓ 10 નવેમ્બરથી શરૂ થઇ છે ત્યારે હાલ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 70થી 90% જેવી હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે.

એકબાજુ હાલ ચૂંટણીનો માહોલ છે ત્યારે વિદ્યાર્થીઓ પણ મતદાનનું મહત્વ સમજે તે માટે જુદી-જુદી શાળામાં ચૂંટણી પ્રક્રિયાનો લાઈવ ડેમો કરીને સમજાવાશે. શરૂઆતમાં બાળકોને સ્કૂલે આવવું ગમે તે માટે શરૂઆતમાં સંગીત, ગ્રૂપ ડિસ્કશન, ગેમ્સ, ચિત્ર સહિતની પ્રવૃત્તિ કરાવી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે વેકેશનના અનુભવો વિશે વાત કરાવી હતી. બાલમંદિર અને પ્રાથમિકના બાળકો હજુ વેકેશનના મૂડમાં જોવા મળી રહ્યા છે. બે-ચાર દિવસ હળવા માહોલ બાદ શાળાઓમાં નિયમિત શિક્ષણકાર્ય શરૂ કરાશે.

25 શાળા સંચાલકો સાથે સીધી વાત | જાણો શાળાઓમાં કેવો માહોલ છે, કઈ પ્રવૃત્તિ કરાય છે
વિદ્યાર્થીઓની સંખ્યા 70થી 90% સુધી રહી છે.
નવા સત્રમાં રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરાવાય છે.
સ્કૂલ સંકુલમાં જ ઈલેક્શન પ્રક્રિયા કરાવાશે, મતનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવાશે.
બાળકોને મનગમતી પ્રવૃત્તિ વન મિનિટ ગેમ શો, સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધાઓ, રંગપૂરણી કરાવાઈ.
પોતાના દિવાળી પ્રવાસના અનુભવો વિદ્યાર્થીઓએ વર્ણવેલા હતા.
વિદ્યાર્થીઓને શરૂઆતમાં હોમવર્ક કરવામાં અને શિયાળાનો માહોલ જામી રહ્યો છે ત્યારે વહેલા ઉઠવામાં થોડીક તકલીફ અનુભવી હતી.
સંગીત, ગ્રૂપ ડિસ્કશન, બાલસભા જેવી પ્રવૃત્તિ શરૂઆતના દિવસોમાં કરાવી.
વેકેશનની પૂછપરછ કરી, વિદ્યાર્થીઓને મનગમતી પ્રવૃત્તિ, રમતો, વાર્તાઓ, ક્વિઝ, વન મિનિટ ગેમ,વેકેશનમાં કરેલ પ્રવૃત્તિની પૂછપરછ કરી તેમજ પારિવારિક પ્રવાસના અનુભવો અંગેની ચર્ચા કરી
બીજા સત્રની શરૂઆતમાં પ્રથમ સત્રમાં કરાવેલા અભ્યાસક્રમનું રિવિઝન કરાવાશે.
વેકેશન પછી તરત જ વિદ્યાર્થીઓ પર બર્ડન ન રહે તે માટે વધુ હોમવર્ક આપતા નથી.
બોર્ડના જે વિદ્યાર્થીઓ છે તેમને માત્ર ભણતર ઉપર જ ધ્યાન અપાય છે, કારણ કે હવે કોઈ તહેવારો કે લાંબી રજાઓ આવવાની નથી.

મોરબીના દિવંગતો માટે મૌન પળાયું
રાજ્યમાં દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ થઇ છે ત્યારે રાજકોટની અનેક શાળાઓમાં પહેલા દિવસે જ મોરબી પૂલ હોનારતમાં અવસાન પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળા સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મૌન પાળી મોરબી પુલ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

પ્રાકૃતિક શિબિર, રોબોટિક્સ, સાયન્સ અને હેરિટેજ શો વગેરે પ્રવૃત્તિઓ કરાશે વેકેશન બાદ લગભગ 90%થી વધુ હાજરી જોવા મળી છે. ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે વિદ્યાર્થીઓમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જાગૃતિ કેળવવા અભિયાન ચલાવશે. આ ઉપરાંત રમતગમત, પ્રાકૃતિક શિબિર, રોબોટિક્સ, સાયન્સ અને હેરિટેજ શો વગેરે જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.> ડી.વી. મેહતા, પ્રમુખ, શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...