તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ટેસ્ટિંગ LIVE:DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!, ટેસ્ટિંગમાં સહેજ ચૂક થઈ તો જીવનું જોખમ

રાજકોટ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • લેબમાં દરરોજ સરેરાશ 700 જેટલા ટેસ્ટ થાય છે
  • રાજકોટ પીડીયુ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં 10 લોકોનો સ્ટાફ સતત કોરોનાના સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે
  • DivyaBhaskar દેખાડે છે લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

રાજ્યમાં કોરોનાની એન્ટ્રીને 19 માર્ચે એક વર્ષ થઈ ગયું છે. હાલ ગુજરાત સહિત આખા દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. જો કે પહેલી લહેર કરતા પણ બીજી લહેરમાં કેસો જેટ ગતિએ વધી રહ્યા છે. કોરોનાના કહેર વચ્ચે સૌ કોઈને કૌતુક થઈ રહ્યું છે કે, કોરોનાનો ટેસ્ટ થાય છે કેવી રીતે અને કેટલી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ એ નક્કી થઈ શકે છે કે કોઈ દર્દી કોરોના પોઝિટિવ છે કે નહીં. જેને લઈ DivyaBhaskar રાજકોટમાં કોરોનાના ટેસ્ટ માટે પીડીયુ મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં પહોંચ્યું હતું.

સહેજ ચૂક થાય તો સ્ટાફ સંક્રમિત થઈ શકે
આ દરમિયાન DivyaBhaskarએ કોરોના ટેસ્ટિંગની આખી પ્રોસેસનો વીડિયો બનાવ્યો હતો. ટેસ્ટિંગમાં 6 કલાકની 4 તબક્કાની પ્રોસેસ આવે છે. સહેજ ચૂક થાય તો આખો સ્ટાફ કોરોના સંક્રમિત બને અને તેનો જીવ જોખમમાં મૂકાય શકે છે. આ લેબમાં એક વર્ષ દરમિયાન 1.33 લાખ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

DivyaBhaskar સાથેની વાતચીતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની લેબના હેડ ડો.ઘનશ્યામ ખાબચીયાએ જણાવ્યું હતું કે, 27 માર્ચ 2020ના રોજ રાજકોટમાં કોરોના લેબની શરૂઆત થઇ હતી. જેને 27 માર્ચે એક વર્ષ પુરું થઈ રહ્યું છે. એક વર્ષમાં 1 લાખ 33 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ લેબમાં દરરોજ સરેરાશ 700 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં મોરબી અને રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે.

જીવના જોખમે 10 લોકોની ટીમ કામ કરે છે
આ લેબની ટીમે આખી કોરોના સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયા લાઈવ દર્શાવી હતી. કોરોના વાયરસના ટેસ્ટિંગનો લેબમાંથી લાઈવ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આખી ટીમે સેમ્પલ કલેક્ટ કરવાથી માંડીને તેના પ્રોસેસિંગ અને અંતિમ પરિણામ આવવા સુધીના તમામ ચાર તબક્કાનું બખૂબી વર્ણન કર્યું છે. દરેક વખતે લેબમાં કામ કરી રહેલા 10 લોકો કોરોના વાયરસથી સીધા સંક્રમિત થવાના સતત જોખમ હેઠળ જીવી રહ્યા છે. જેમાં 3 ટેક્નિશિયન, 3 રેસિડન્ટ ડોક્ટર, 3 પ્રોફેસર તેમજ પ્યૂનનો સમાવેશ થાય છે.

કોરોના સેમ્પલ ટેસ્ટિંગના ચાર મુખ્ય તબક્કા

તબક્કો 1-સેમ્પલ એલિકોટિંગ
કોઈ પણ શંકાસ્પદ પેશન્ટના ગળાના ભાગેથી સ્વેબ એટલે કે સિક્રિશન્સ લેવામાં આવે છે. ત્યાર બાદ આ સેમ્પલને બાયોસેફ્ટી કેબિનેટની અંદર પ્રોસેસ કરવામાં આવે છે. સેમ્પલના 3 મિલિ જથ્થામાંથી 200 માઈક્રો લિટર જેટલું સેમ્પલ બહાર કાઢી તેમાં કેમિકલ નાંખીને વાઈરસને મૃત બનાવવામાં આવે છે. પ્રથમ તબક્કામાં બાયોસેફ્ટી કેબિનેટમાં પ્રોસેસ કરાય છે. સેમ્પલમાં રિએજન્ટ ઉમેરવાથી તેમાં રહેલા તમામ વાઇરસ લાઈસ(મૃત) બને છે જેને એલિકોટિંગ કહેવાય છે.

તબક્કો 2-RNA એક્સટ્રેક્શન
વાઇરસના મધ્યમાં આરએનએ હોય છે. આ સ્ટેપમાં કોરોનાની અંદર રહેલા મહત્ત્વના RNA(રિબોન્યૂક્લેઈક એસિડ)ને છૂટું પડાય છે. સેમ્પલમાં ઘણા બધા વાઇરસ હોય છે તેથી તમામના RNA અલગ કરાય છે. RNA કે જે વાઈરસના બંધારણનો સૌથી મોટો ભાગ છે તેને એક્સટ્રેક્ટ કરી તેનું લાઈસિસ કરીને આગળના તબક્કામાં ડિટેક્ટ કરવામાં આવે છે કે તે કોરોના કે અન્ય વાઈરસનું છે.

તબક્કો 3- પ્રિ–પીસીઆર સેક્શન
અહીં બાયોસેફ્ટી કેબિનેટમાં કોરોના વાઈરસને ડિટેક્ટ કરવા માટે વિવિધ પ્રકારના કેમિકલ તૈયાર કરાય છે. આ કેમિકલ તૈયાર થાય એટલે તે કેમિકલ અને બીજા સ્ટેપમાં RNA તૈયાર થયું છે તેને પીસીઆર સેક્શનમાં લાવવામાં આવે છે. લેબના 3 નંબરના રૂમમાં RNAને ડિટેક્ટ કરવા માટે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ જે કોરોના વાઇરસનો જિનેટિક કોડ તૈયાર કર્યો છે તેના પરથી રિએજન્ટ તૈયાર કરવામાં આવે છે.

તબક્કો 4-પીસીઆર સેક્શન
જે આરએનએ અલગ કરાયું છે તેને તેમજ 3 નંબરના રૂમમાં જે રિએજન્ટ તૈયાર કર્યા છે તેને એક વાયલમાં મિક્સ કરીને મશીનમાં મૂકાય છે. મશીન 55થી 95 ડિગ્રી વચ્ચેના અલગ અલગ તાપમાને જુદા-જુદા સમય રાખે છે. આ તાપમાને આરએનએમાં મલ્ટિપ્લિકેશન થાય છે અને પરિણામ ગ્રાફના રૂપે આવે છે. ગ્રાફમાં આરએનએ મલ્ટિપ્લાય થાય અને કોરોનાના જિનેટિક કોડથી મેચ થાય તો પોઝિટિવ ગણાય. સંપૂર્ણ પ્રક્રિયાના અંતે આ મશીનમાં આપણને ખબર પડે છે કે આ સેમ્પલમાં કોરોના વાઈરસ છે કે કેમ. પરંતુ પરિણામ જાહેર કરતા પહેલા તે સેમ્પલનો ફરીથી રિપોર્ટ કરાય છે.

આ એક્સક્લૂઝિવ અહેવાલો પણ વાંચો

કોરોના થતાં સુરત સિવિલના નર્સ પતિના વોર્ડમાં દાખલ થયાં, બન્ને ઇશારામાં વાત કરતાં, પતિ ICUમાં ગયા પછી ક્યારેય ન મળી શક્યા

ગુજરાતમાં કોરોનાના 1લા પેશન્ટ નદીમે કહ્યું, 'આ તો જેને થાય તેને જ ખબર પડે, 3 મહિના ઘરની ચાર દીવાલમાં રહ્યો, સાજો થતાં જ પુત્રને પેટ પર બેસાડ્યો'

ગુજરાતમાં કોરોનાની 1લી પેશન્ટ રીટાએ કહ્યું, એ 14 દિવસ હું ક્યારેય નહીં ભૂલું, એક તરફ એકલતા અને બીજી તરફ મોત આપતી બીમારી

મને બચાવી લો...મારા પરિવારના 5માંથી 4 લોકો કોરોના સંક્રમિત છે, લોકો સોસાયટી છોડાવવા ધમકી આપે છે

તંત્રએ મને સુપર સ્પ્રેડર જાહેર કરતાં મિત્રો-કુટુંબીજનો સહિતના લોકો મને કોરોનાબોંબ ગણતાં, એ સમયને જીવીશ ત્યાં સુધી ભૂલીશ નહીં

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરજ પર રહેલા ગુજરાત પોલીસના પહેલા કોરોના પેશન્ટ, ફેમિલીને એમ જ હતું કે કદાચ આ હવે પાછો નહીં આવે

કોરોનાની દહેશત વચ્ચે પપ્પાની તબિયત લથડવા લાગી, અંતિમવિધિ માટે પણ ફાંફાં પડી ગયાં હતાં, એ દિવસ નહીં ભૂલી શકું

અન્ય સમાચારો પણ છે...