તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં 24 કલાકમાં 13ના મોત, બપોર સુધીમાં 80 કેસ નોંધાયા, 5892 લોકોએ વેક્સિન લીધી

રાજકોટએક મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • રાજકોટ જિલ્લામાં 31 માર્ચ સુધીમાં 60 વર્ષની વધુ વય ધરાવતાં 81 હજારથી વધુ વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો

રાજકોટમાં કોરોના કેસના વિસ્ફોટ સાથે મોતના આંકડાએ પણ છલાંગ લગાવી છે. શહેરમાં 24 કલાકમાં વધુ 13 દર્દીના મોત નીપજ્યા છે. જોકે કોરોનાથી મોત થયું છે કે નહીં તે અંગે ડેથ ઓડિટ કમિટી નિર્ણય લેશે. શહેરમાં 48 કલાકમાં 25 દર્દી મોતને ભેટ્યા છે. રાજકોટમાં મોતની સંખ્યા દિવસેને દિવસે વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આજે બપોર સુધીમાં નવા 80 કેસ નોંધાયા છે.

રાજકોટમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 5892 લોકોએ વેક્સિન લીધી
રાજકોટ શહેરમાં આજે સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી 59 વર્ષના કોમોર્બીડ ધરાવતા લોકો સહિત કુલ 5892 નાગરિકોએ રસી લીધી છે.

રાજકોટ જિલ્લામાં 60 વર્ષથી ઉપરના 81 હજારે વેક્સિન લીધી
રાજકોટ જિલ્લામાં હાથ ધરાયેલા રસીકરણ અભિયાન અંતર્ગત 60 વર્ષ ઉપરના ધોરાજી તાલુકાના 8078 લોકોને પ્રથમ ડોઝ અને 85 લોકોને બીજો ડોઝ, ગોંડલ તાલુકાના 17,865 લોકોને પહેલો ડોઝ અને 551 લોકોને બીજો ડોઝ, જામકંડોરણા તાલુકાના 4778 લોકોને પ્રથમ ડોઝ અને 40 લોકોને બીજો ડોઝ, જસદણ તાલુકાના 6582 વ્યક્તિઓને પહેલો ડોઝ અને 80 વ્યક્તિઓને બીજો ડોઝ, જેતપુર તાલુકાના 11,184 લોકોને પ્રથમ ડોઝ અને 62 લોકોને બીજો ડોઝ, કોટડાસાંગાણી તાલુકાના 5036 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 15 વ્યક્તિઓને બીજો ડોઝ, લોધીકા તાલુકાના 4125 લોકોને પહેલો ડોઝ અને 22 લોકોને બીજો ડોઝ, પડધરી તાલુકાના 5948 લોકોને પ્રથમ ડોઝ અને 11 લોકોને બીજો ડોઝ, રાજકોટ તાલુકાના 6349 લોકોને પ્રથમ ડોઝ અને 48 લોકોને બીજો ડોઝ, ઉપલેટા તાલુકાના 8802 વ્યક્તિઓને પહેલો ડોઝ અને 185 વ્યક્તિઓને બીજો ડોઝ તેમજ વીંછીયા તાલુકાના 2418 લોકોને પ્રથમ ડોઝ અને 2 લોકોને બીજો ડોઝ મળી સમગ્ર જિલ્લાના 11 તાલુકામાં 60 વર્ષથી વધુ વય ધરાવતાં 81,165 લોકોને રસીનો પહેલો ડોઝ અને 1101 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કલેક્ટર સાથે બેઠક યોજી
રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા આજે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને મળ્યા હતા અને રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના મહામારી સંબંધી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસો પરત્વે ઉપલબ્ધ સરકારી દવાઓનો જથ્થો, કોવિડના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા, ક્વોરન્ટીન અંગેના સ્થળો વગેરે બાબતો અંગે મંત્રીએ કલેક્ટર સાથે ચર્ચા કરી હતી. અને કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાકીદની જરૂરી વ્યવસ્થાના આયોજન અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. મંત્રી બાવળિયાની આ મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

શહેરમાં કુલ કેસની સંખ્યા 19614 પર પહોંચી
રાજકોટમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો નોંધાય રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 19614 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1143 દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે 122 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં શુક્રવારે 13084 લોકોએ વેક્સિન લીધી
રાજકોટ શહેરમાં શુક્રવારે સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં સાંજ સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી 59 વર્ષના કોમોર્બીડ ધરાવતા લોકો સહિત કુલ 13084 નાગરિકોએ રસી લીધી હતી.

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

રાજકોટ જિલ્લામાં શુક્રવારે 307 કેસ નોંધાયા
રાજકોટમાં માત્ર એક જ સપ્તાહમાં કોરોનાએ બે વખત નવી ટોચ બનાવી છે. ધુળેટીએ 242 કેસ આવ્યા બાદ શુક્રવારે શહેરમાં જ નવા 262 અને ગ્રામ્ય વિસ્તારમાં 45 સહિત 307 કેસ આવ્યા હતા. નવા કેસ વધતા શહેરની અમુક ખાનગી હોસ્પિટલ પેક થવા લાગી છે જ્યારે સિવિલમાં 590ની ક્ષમતા સામે 350 દર્દી દાખલ થઈ ચૂક્યા છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 27 હજારને પાર થયો છે. રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસ 1398 થયા છે.

એક દિવસમાં રેકોર્ડબ્રેક સેમ્પલ લેવાયા
રાજકોટમાં કોરોનાના કેસ વધવાની સાથે લેબ ટેસ્ટમાં પણ ધરખમ વધારો થયો છે. આરટીપીસીઆર સૌથી વિશ્વાસપાત્ર ગણાય છે. આ કારણે હાલ આરટીપીસીઆર માટે રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. માત્ર સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો શુક્રવારે લેબમાં 2000 સેમ્પલ આવ્યા હતા. જે કોરોના આવ્યા પછીની સૌથી મોટી સંખ્યા છે. સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો. કાવઠિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 1500 સુધીના એક જ દિવસમાં સેમ્પલ આવી ચૂક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો