વીડિયો વાઇરલ:રાજકોટના શાપર વેરાવળમાં સરાજાહેર દેશી દારૂ વહેંચાય છે,બુટલેગરોનો પોલીસને ખુલ્લો પડકાર

રાજકોટ17 દિવસ પહેલા

બોટાદમાં થયેલ કથિત લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં ઠેર ઠેર ચાલતા દેશી દારૂના હાટડાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહી છે. આ વીડિયો શાપર વેરાવળ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.

બુટલેગરો ઉપર ઘોસ બોલાવી
રાજકોટ શહેરમાં દિવ્યભાસ્કરની ટીમે બે દિવસ પૂર્વે કુબેલિયાપરા વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડ્યા હતા. જે બાદ પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના વેચાણ કરતા બુટલેગરો ઉપર ઘોસ બોલાવી હતી. ત્યારે આજે રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં એક મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે. શાપર પોલીસે આ વાઇરલ વીડિયો અંગે જણાવ્યું હતું કે, વીડિયો 6 મહિના પહેલાનો છે અને અહીં પોલીસે ત્રણ વખત દરોડો કરી કાર્યવાહી પણ હાથ ધરી હતી.

273 લીટર દેશી દારૂ ઝડપ્યો
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં પણ ગઇકાલે પ્રોહિબિશન અંગે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત શાપર વેરાવળ GIDCના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી કુલ 12 પ્રોહીબીશનના કેસો શોધી કાઢવામાં આવેલ તેમજ જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશનોમાંથી કુલ 34, એમ કુલ મળી જીલ્લા કક્ષાએ કુલ 46 પ્રોહીબીશનના કેસો કરી કુલ 273 લીટર દેશી દારૂ તેમજ 1840 લીટર આથો ઝડપી પાડવામાં આવેલ તેમજ જીલ્લાના અન્ય 187 બુટલેગર્સને ચેક કરી નીલ રેઈડની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...