તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઈરલ:રાજકોટ તાલુકામાં સિંહે દેખા દેતા લોકોમાં ભય, એક માદા અને બે નર સિંહની લટાર, ફોરેસ્ટના અધિકારીઓ સિંહો પર નજર રાખી રહ્યાં છે

રાજકોટ9 મહિનો પહેલા
  • કાથરોટામાં સિંહો ટેકરા વિસ્તારમાં જોવા મળ્યાં

રાજકોટ જિલ્લાના સરધાર, પાડાસણ અને કથરોટા વિસ્તારમાં સિંહે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સિંહ કાથરોટોમાં જોવા મળ્યો હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહો ટેકરા પર લટાર મરતા જોવા મળ્યાં હતાં. જો કે હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયો છે.

​​​​​​​

વનવિભાગની ટીમ સિંહો પર ખાસ નજર રાખી રહી છે

મળતી માહિતી મુજબ વાઇરલ વીડિયોમાં ધારી બાજુથી ગોંડલ થઈને એક માદા અને બે નર સિંહ રાજકોટ તાલુકામાં ચડી આવ્યાં હોવાની માહિતી મળી છે. જો કે સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગની ટીમ સિંહો પર ખાસ નજર રાખી રહી છે.

સિંહે દેખા દેતા સ્થાનિકો એકઠા થયા હતા
સિંહે દેખા દેતા સ્થાનિકો એકઠા થયા હતા

સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો
સિંહો રાજકોટ જિલ્લાના સરધારસ પાડાસણ અને કાથરોટા વિસ્તારમાં જોવા મળી રહ્યાં છે. એક માદા અને બે નર સિંહ રાજકોટ તાલુકાના અલગ અલગ વિસ્તારમાં લટાર મારી રહ્યાં છે. જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે હજુ થોડા દિવસ પહેલા જ ગોંડલના રહેણાંક વિસ્તારમાં એક બંધ મકાનમાં દીપડો ઘુસી ગયો હતો. જો કે વનવિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂર્યો હતો.

સિંહને પહેલીવાર જોઈને ગ્રામજનોમાં ભય જોવા મળ્યો હતો- વનવિભાગના અધિકારી
રાજકોટ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સિંહની ગતિવિધિઓ જોવા મળી રહી છે. સરધાર ગામમાં પહેલી વાર સિંહ જોવા મળ્યા હોવાનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી રવિપ્રસાદે જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે સિંહને પહેલીવાર જોઈને ગ્રામજનોમાં ભય જોવા મળ્યો હતો. ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા જસદણ સહિતના તાલુકામાં આવેલ ગામના સરપંચો સાથે બેઠક યોજવામાં આવી હતી. હાલમાં ફોરેસ્ટ વિસ્તારમાં બે ટીમ કાર્યરત કરવામાં આવી છે. રાત્રીના સમયે ખેડૂતોને પાણી વાળવાં ન જવાનું ફોરેસ્ટ અધિકારીઓએ જણાવ્યું હતું. આ સાથે જ સિંહ દેખાય તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવા જણાવ્યું છે.