તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલર્ટ:હૈદરાબાદ ઝૂમાં સિંહને કોરોના થયા બાદ રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂ થયું સાબદુ, તબીબી ચકાસણીમાં સબ સલામતનો દાવો

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ ઝૂમાં સિંહો પર સતત વોચ રાખવામાં આવી રહી છે.
  • પ્રદ્યુમનપાર્ક ઝુમાં 16 સિંહ અને 10 વાઘ સહિત 450 જેટલા પશુઓ

હૈદરાબાદ ઝૂ ખાતે સિંહમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા બાદ દેશના જુદા જુદા રાજ્યોમાં સરકારી ઝૂ પર તંત્રએ સરકારની સુચનાથી વોચ ગોઠવી છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝુમાં પણ સત્તાધીશો દ્વારા પ્રાણીઓની તબિયતનું મેડિકલ ચેકઅપ કરાવી ઓબ્ઝર્વેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલ સબ સલામતનો દાવો ઝૂના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

પશુમાં કોરોના કે અન્ય બીમારીના લક્ષણ જોવા મળી રહ્યા નથી
રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂના સપ્રિટેન્ડેન્ટ ડો.આર.કે. હિરપરાએ જણાવ્યું હતું કે, રાજકોટ ઝૂમાં 16 સિંહ, 2 સાદા અને 8 સફેદ મળી કુલ 10 વાઘ, મગર, દીપડા, વાનર સહિત 450 જેટલા પશુઓનો સમાવેશ થાય છે. જેમનું ઓબ્ઝર્વેશન કરતા હાલ તમામ પશુઓ સ્વસ્થ છે. કોઇ પણ પશુમાં કોરોના કે અન્ય બીમારીના લક્ષણ જોવા મળી રહ્યા નથી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે કોરોના પિક પોઇન્ટ પર આવે ત્યારે ત્યારે તકેદારીના ભાગરૂપે અગાઉથી જ મુલાકાતીઓ માટે ઝૂ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે કોઇ પશુઓ સુધી હજુ સુધી કોરોના અસર પહોંચી શકી નથી.

રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં તમામ પશુઓ સુરક્ષિત હોવાનો દાવો.
રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં તમામ પશુઓ સુરક્ષિત હોવાનો દાવો.

28 કર્મચારીઓના સ્ટાફ દ્વારા નિયમિત રીતે ચકાસણી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિંહ કે વાઘનું ટેસ્ટિંગ કરવું સરળ નથી હોતું. તેમના ટેસ્ટિંગ કરવા માટે તેમને બેભાન કરવા પડતા હોય છે અને ત્યારબાદ તેમનું કોરોના ટેસ્ટિંગ થઇ શકે છે. જોકે હાલ તમામ પશુઓ સ્વસ્થ હોવાથી કોઇ પણનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો નથી અને તમામનું ઓબ્ઝર્વેશન સમયાંતરે ઝૂમાં કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત 28 કર્મચારીઓના સ્ટાફ દ્વારા નિયમિત રીતે ચકાસણી કરવામાં આવી રહી છે. અને જુદા જુદા પાંજરામાં નિયમિત રીતે સેનિટાઇઝેશન અને ડિસ ઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે.