નિર્ણય:ટ્રેનમાં પેસેન્જર સીટની જેમ હવે પાર્સલ માટે પણ 120 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ કરાવી શકાશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોને સતત નવી નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે ત્યારે હવે પાર્સલ બુકિંગ માટે પણ એડવાન્સ બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધા મુજબ હવે જે રીતે લોકો ટ્રેનમાં 120 દિવસ પહેલા એડવાન્સ સીટ બુક કરાવી શકે છે તે જ રીતે પાર્સલ માટે પણ 120 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ કરાવી પાર્સલ બુકિંગ માટે જગ્યા પહેલાથી જ રિઝર્વ કરાવી શકે છે. આ સુવિધા માટે લોકોને બુકિંગ કરાવતી વખતે ભાડા પેટે 10 ટકા રકમ એડવાન્સ ચુકવવી પડશે જ્યારે ભાડાની બાકીની 90 ટકા રકમ ટ્રેન ઉપડવાના 72 કલાક પહેલા ચુકવવા પડશે. રેલવેએ શરૂ કરેલી આ નવી સુવિધા અંગે ડિવિઝનના અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી રેલવે દ્વારા પેસેન્જરોને સીટ માટે એડવાન્સ બુકિંગની સુવિધા આપવામાં આવતી હતી. પરંતુ 21 સપ્ટેમ્બરથી ટ્રેનોના એસએલઆર (લગેજ કોચ)માં પણ એડવાન્સ બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...