તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:આજે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટનું મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી નોંધાયું

રાજ્યના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અને વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ત્યારે શહેરમાં રવિવારે અને સોમવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું અને સાંજના સમયે વાદળો જોવા મળતા રાત્રી દરમિયાન ઠંડકની પણ અનુભૂતિ થઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 11 થી 13 જૂન વચ્ચે દક્ષિણ-પશ્ચિમી ચોમાસું રાજ્યમાં પ્રવેશશે. અને તેના પરિણામે વાતાવરણમાં ફરી પલટો પણ જોવા મળશે. બીજી તરફ દક્ષિણ ગુજરાત પર સવારના સમયે સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વાતાવરણમાં પણ બદલાવ જોવા મળ્યો હતો, પરિણામે લોકોને બફારામાંથી મુક્તિ મળી હતી.

બીજી તરફ રાજકોટ શહેરનું મંગળવારનું મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી નોંધાયું હતું અને સાંજના સમયે 27.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે 73 ડિગ્રી અને સાંજના સમયે 49 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ સાંજના સમયે શહેરના વાતાવરણમાં બદલાવ જોવા મળશે, ત્યારે આગામી 15 જૂન સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટીના પગલે ઠેર-ઠેર હળવા ઝાપટાં પણ પડી શકે છે અને વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસું વહેલું આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...